ત્વચાને નિખારતી ડી-ટેન ટ્રીટમેન્ટ

ચહેરાની સુંદરતામાં ત્વચાનો રંગ અને નિખાર સાૈથી મહત્ત્વનો ભાગ ભજવે છે. જાેકે હવે તો માત્ર ચહેરો જ નહીં, પરંતુ સમગ્ર શરીરની ત્વચાનો રંગ નિખરે તેવી બ્યુટી ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે. અાવી અેક ટ્રીટમેન્ટ અેટલે ડી-ટેન. ડી-ટેન ટ્રીટમેન્ટ અંગે અપકેપ બ્યુટી સલૂન અેન્ડ સ્પાનાં ઉષા કપૂરે જણાાવ્યું કે, તડકાને કારણે કે અન્ય કારણોસર કાળી પડી ગયેલી ત્વચાને ગોરી અને ચમકદાર બનાવવા માટે ડી-ટેનનો ઉપયોગ થાય છે. અા ટ્રીટમેન્ટ માત્ર ચહેરા પૂરતી જ હવે મર્યાદિત ન રહેતાં અાખા શરીર પર કરાવવાનો ક્રેઝ છે.

ડી-ટેન ટ્રીટમેન્ટ શું છે
ડી-ટેન મુખ્યત્વે ત્વચાનું ટેનિંગ અેટલે કે કાળાશ દૂર કરે છે. તડકામાં ફરવાને કારણે કાળી પડી ગયેલી ત્વચા તેમજ ખીલ કે અન્ય કોઈ કારણસર શરીર પર પડેલાં ચાઠાં, ચકામાં, ડાઘને પણ ડી-ટેનથી દૂર કરી શકાય છે. જાે અા પ્રકારના ડાઘ બહુ જૂના હોય તો તેને ડી-ટેનથી અાછા કરી શકાય છે અને તાજા ડાઘ હોય તો તેવા સંજાેગોમાં તેને પૂર્ણપણે દૂર પણ કરી શકાય છે. ડી-ટેન બ્લિચ કરતાં માઈલ્ડર ટ્રીટમેન્ટ છે. જાે તમે બોડી પોલિશિંગ કરાવવા ઇચ્છતા હોવ તો પહેલાં ડી-ટેન જરૂર કરાવો. તેનાથી ત્વચાનો નિખાર વધી જશે.

ડી-ટેન ક્યા કરાવી શકાય
અા ટ્રીટમેન્ટ મુખ્યત્વે ચહેરા પર કરાવાતી હતી, પરંતુ હવે બૅક, નૅક, અંડરઅાર્મ્સ અને અાખા શરીર પર પણ કરાવાય છે. શરીર પરના ડાઘ દૂર કરવા માટે જ્યારે ડી-ટેન ટ્રીટમેન્ટ લેવામાં અાવતી હોય ત્યારે બે સીટિંગ વચ્ચે અોછામાં અોછા ૨૨ દિવસનો ગાળો રાખવો જાેઈઅે. ડી-ટેન સિન્થેટિક અને ર્હબલ અેમ બે પ્રકારમાં ઉપલબ્ધ છે.

ડી-ટેન ટ્રીટમેન્ટ
ડી-ટેન ટ્રીટમેન્ટ કરાવતા પહેલાં જે ભાગ પર અા ટ્રીટમેન્ટ કરવાની હોય તે ભાગને ક્લીન્ઝરથી સાફ કરો. બાદમાં ડી-ટેન ૧૫થી ૨૦ મિનિટ સુધી તે ભાગ પર લગાવી રાખો. ત્યાર પછી હળવા હાથે તે ભાગ પર પાણીવાળો હાથ ફેરવી મસાજ કરો અને મસાજ કરીને લગાવેલું ડી-ટેન પાણીથી દૂર કરો. જાે તમારી ત્વચા સેન્સટિવ હોય તો ડી-ટેન કરાવતાં પહેલાં થોડું ડી-ટેન ક્રીમ કાનની પાછળના ભાગે ૨૦ મિનિટ સુધી લગાવી રાખો. તે દરમિયાન જાે ત્વચા પર કોઈ રિઅેક્શન ન અાવે તો જ ટ્રીટમેન્ટ કરાવો. સિન્થેટિક ડી-ટેન લાંબા ગાળે ત્વચા માટે નુકસાનકારક સાબિત થાય છે. તે સતત કરાવવામાં અાવે તો લાંબે ગાળે ત્વચા પીળી પડી જાય છે. તેના વિકલ્પ તરીકે ર્હબલ ડી-ટેન પસંદ કરી શકાય.

ઘેર બેઠા કરો ડી-ટેન
ગ્લિસરીન, મિનરલ વોટર અને કોઈ અેક ખાટું ફળ જેવાં કે સંતરાં, દ્રાક્ષ વગેરેનો રસ લઈ બધાને મિક્સ કરી તેને ચહેરા પર ૨૦-૨૫ મિનિટ સુધી લગાવી રાખો.

લવિંગનું તેલ, બે-ત્રણ ખાટાં ફળોનો રસ, દૂધ અને મધને મિક્સ કરીને લગાવવાથી પણ ત્વચાનું ટેનિંગ અોછું થશે.

You might also like