ડી-માર્ટ અને રેડિયો સિટીના આઈપીઓ પૂર્વે ગ્રે માર્કેટ ગરમ

અમદાવાદ: કેલેન્ડર વર્ષ ૨૦૧૭ના પ્રથમ બીએસઇ આઇપીઓનું ધમાકેદાર લિસ્ટિંગ થયું હતું. હાલ પણ આ શેરમાં ૧૮ ટકા રિટર્ન મળી રહ્યું છે ત્યારે આવનારા દિવસોમાં એવન્યૂ સુપર માર્ટ-ડી-માર્ટ અને મ્યુઝિક બ્રોડકાસ્ટ-રેડિયો સિટીનો આઇપીઓ આવી રહ્યો છે. આ આઇપીઓ પૂર્વે ગ્રે માર્કેટમાં ગરમાવો જોવાયો છે.

સ્થાનિક સાકર બજારના જાણકારો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ એવન્યૂ સુપર માર્ટનો આઇપીઓ આગામી આઠમી માર્ચે ખૂલે તેવી સંભાવના છે. કંપનીની રૂ. ૧૮૬૫ કરોડ એકઠા કરવાની યોજના છે. આઇપીઓને સારો રિસ્પોન્સ મળે તેવી શક્યતાઓ પાછળ ગ્રે માર્કેટમાં ગરમાવો જોવા મળ્યો છે. આ કંપનીના શેરનું ગ્રે માર્કેટમાં પ્રીમિયમ રૂ. ૧૮૦થી ૧૯૦ ચાલી રહ્યું છે, જ્યારે પ્રતિઅરજી રૂ. ૨૨૦૦થી ૨૩૦૦નું પ્રીમિયમ ચાલી રહ્યું છે.

એ જ પ્રમાણે મ્યુઝિક બ્રોડકાસ્ટ કંપનીનો આઇપીઓ આગામી ૬ માર્ચે ખૂલી રહ્યો છે. કંપનીએ પ્રાઇસ બેન્ડ રૂ. ૩૨૪થી ૩૩૩ રાખી છે. આઇપીઓ આવે તે પૂર્વે ગ્રે માર્કેટમાં શેરદીઠ રૂ. ૭૨-૭૫ની વચ્ચે પ્રીમિયમ બોલાઇ રહ્યું છે.
આઇપીઓ બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આ બંને આઇપીઓમાં રોકાણકારોનો સારો પ્રતિસાદ મળે તેવી શક્યતા છે, જેના પગલે આઇપીઓ આવે તે પૂર્વે જ ગ્રે બજારમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
http://sambhaavnews.com/

You might also like