સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના બોર્ડમાંથી હટાવવાની તૈયારી

મુંબઈ: ટાટા સન્સે પોતાના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાંથી પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીને હટાવવા માટે એક નોટિસ બજાવી છે. બંને જૂથના આ જંગને લઈને આ હોલ્ડિંગ કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટરના નિર્ણયમાં સાયરસ મિસ્ત્રીના પરિવારનું સીધું કનેક્શન હવે સમાપ્ત થઈ જશે.

સાયરસ મિસ્ત્રીને હટાવવાની કાર્યવાહી પહેલાંથી જ ચાલી રહી હતી, પરંતુ મંગળવાર ટાટા ગ્રૂપના સિનિયર મેમ્બર્સની એક બેઠકમાં આખરે એવો નિર્ણય લેવામાં આવ્યો કે સાયરસ મિસ્ત્રીને બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી હટાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે. સાયરસ મિસ્ત્રી ૨૦૦૬થી ટાટા સન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં છે.સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી હટાવવાના પગલા પર મંજૂરીની મહોર મારવા આગામી સપ્તાહમાં શેરધારકોની એક વિધિવત્ બેઠક બોલાવવામાં આવશે.

પલોન્જી મિસ્ત્રી પરિવારના સાયરસ મિસ્ત્રી અને તેમના ભાઈ શાપુર મિસ્ત્રી ટાટા સન્સમાં સૌથી મોટા ઈન્ડિવિડ્યુઅલ શેરહોલ્ડર્સ છે. તેમની પાસે ટાટા સન્સની ૧૮.૪ ટકા ભાગીદારી છે. આ સંદર્ભમાં સાયરસ મિસ્ત્રીને એક નોટિસ મોકલવામાં આવી છે.
http://sambhaavnews.com/

You might also like