સાયરસ મિસ્ત્રીનો ચાર વર્ષનો કાર્યકાળઃ કેટલીક કંપનીમાં ખુશી તો ક્યાંક ગમ

અમદાવાદ: સાયરસ મિસ્ત્રીને ટાટા ગ્રૂપના ચેરમેનપદેથી અચાનક હટાવીને ટાટા બોર્ડે પૂર્વ ચેરમેન રતન ટાટાને વચગાળાના ચેરમેન બનાવ્યા છે. સાયરસ મિસ્ત્રીના ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન કેટલીક કંપનીના શેરમાં સુધારો નોંધાયો છે તો કેટલીક કંપનીના શેરમાં ઘટાડાની ચાલ જોવા મળી છે. ટાટા એલેક્સી કંપનીના શેરમાં ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન ૪૭૭ ટકાનો ઉછાળો નોંધાતો જોવાયો છે. એ જ પ્રમાણે ટાટા કોમ્યુનિકેશન કંપનીના શેરમાં ૧૭૬ ટકાનો ઉછાળો જોવાયો છે. આઇટી સેક્ટરની અગ્રણી ટીસીએસ કંપનીના શેરમાં ૯૦ ટકાનો સુધારો નોંધાયો છે તો બીજી બાજુ ચાર વર્ષના સમયગાળામાં ટાટા પાવર કંપનીના શેરમાં ૨૪ ટકાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે ટાટા સ્ટીલ અને ટાટા ગ્લોબલ બેવરેજીસ કંપનીના શેરમાં ત્રણથી ૫.૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આમ સાયરસ મિસ્ત્રીના ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન કેટલીક કંપનીમાં ખુશી તો કેટલીક કંપનીએ રોકાણકારોને નિરાશ કર્યા છે.

tata-1

You might also like