ટ્રિબ્યૂનલની શરણમાં મિસ્ત્રી, ટાટાએ પણ કહ્યું લડવા માટે છે તૈયાર

ટાટા સન્સના ચેરમેનના પદે અચાનકથી ઊતારી પાડવામાં આવેલા સાયરસ મિસ્ત્રીએ સમૂહના ચેરમેન રતન ટાટા સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવાનો નકાર કરી દીધો છે. મિસ્ત્રીએ મંગળવારે કહ્યું કે તે સમૂહમાં ગવર્ન્સના મુદ્દે પોતાની લડાઈ ચાલુ રાખશે. તેઓને એ પણ સ્પષ્ટ કર્યું કે 103 અબજ ડોલરના આ સમૂહમાંથી પોતાના પરિવારની 18.5 ટકા ભાગીદારીને પણ પાછી નહિ લે.

આ સાથે તેમના પરિવારના નિયંત્રણવાળી ઇન્વેસ્ટમેન્ટ કંપની ટાટા સન્સ વિરુદ્ધ નેશનલ કંપનીઝ લો ટ્રાઇબ્યુનલનો દરવાજો ખખડાવશે. મિસ્ત્રીની કંપની તરફથી કંપની કાયદાની કલમ 241 હેઢળ ટાટા સન્સ વિરુદ્ધ અત્યાચાર અને મિસમેન્જમેન્ટનો મામલો દાખલ કરવામાં આવ્યો છે. ટ્રાઇબ્યુનલે આ અપીલની સુનાવણી 22 ડિસેમ્બરના રોજ કરશે. મિસ્ત્રીના આ નિર્ણય પછી ટાટા સન્સે પણ નમતું જોખવાની ના પાડી છે. તેમણે કહ્યું કે નેશનલ કંપનીઝ લો ટ્રાઇબ્યુનલમાં સાયરસ મિસ્ત્રીના આરોપો પર તે જવાબ આપશે. ટાટા સન્સે કહ્યું કે સાયરસ મિસ્ત્રીની અરજી પરથી રતન ટાટા પ્રત્યે તેમનો ઘણો ખાર રાખવાનું વલણ છતું થયું છે.

સાયરસ મિસ્ત્રીના ટ્રાઇબ્યુનલ પહોંચ્યા પછી ટાટા સન્સે નિવેદન આપ્યું હતું કે અમને કંપનીજ એક્ટની ધારા 241 અને 242 હેઢળ નેશનલ કંપની લો ટ્રાઇબ્યુનલમાંથી નોટિસ મળી છે. અમે સમજીએ છીએ કે આ નોટિસ સાઇરસ મિસ્ત્રીની ઇન્વેસ્ટમેન્ટ કંપની તરફથી દાખલ કરવામાં આવી છે. સમૂહે કહ્યું કે ‘અમે કોર્પોરેટ ગવર્નન્સના ઊંચા ધોરણોનું પાલન કર્યું છે. મિસ્ત્રી તરફથી દાખલ કરવામાં આવેલી યાચિકા દુર્ભાગ્યશાળી છે. આ ટાટા સમૂહ અને જમશેદજી ટાટાના મૂલ્યો પ્રત્યેની નિષ્કાળજીને દર્શાવે છે.’

You might also like