રતન ટાટાએ ફરીથી સંભાળી કમાન, TATA ગ્રૂપના ચેરમેન સાયરસ મિસ્ત્રીને ટાટા!

મુંબઈ: TATA ગ્રૂપના ચેરમેન સાયરસ મિસ્ત્રીની બરતરફી ભારતના વેપારજગતમાં હલચલ મચાવી દીધી છે. મળતી માહિતા પ્રમાણે ટાટાના વંશજોએ ટાટાના હાલના ચેરમેને સાયરસ મિસ્ત્રીને બરતરફ કર્યા છે. લગભગ ચાર વર્ષથી સેવા આપી રહેલા સાયરસ મિસ્ત્રીએ એક અબજ યુએસ ડોલરના મૂલ્યની ટાટા કંપનીની કમાન 2012માં સંભાળી હતી.

રતન ટાટા ફરીથી હવે તાતા ગ્રૂપની કમાન સંભાળશે, જે હાલમાં કંપનીના ઇન્ટર્ન બોસ તરીકે 4 મહિના સુધી આ પદ પર રહેશે. પસંદગી સમિતિ તે દરમિયાન ટાટાના પૂર્વાધિકારીને શોધવા મનોમંથન કરશે. આ સમિતિમાં રતન ટાટા, રોનેન સેન, વેણું શ્રીનિવાસન અને અમિત ચંદ્રાનો સમાવેશ થાય છે. સોમવારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં ટાટાના CEOની પોસ્ટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી.

You might also like