સીરિલ રામાફોસાની દક્ષિણ આફ્રિકાના નવા રાષ્ટ્રપતિ બનશે

દક્ષિણ આફ્રિકાની સાંસદે દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે સીરિલ રામાફોસાની નિયુક્તિ કરી છે. એક કાર્યક્રમમાં જૈકબ જુમાએ રાજીનામું આપ્યા બાદ સત્તાધારી પાર્ટી એએનસીએ આ જાણકારી આપી.

એએનસી (આફ્રીકન નેશનલ કોંગ્રેસ) જેને સંસદમાં બહુમત પ્રાપ્ત છે તે પક્ષ દ્વારા રાષ્ટ્રપતિ પદ માટે રામાફોસાનું નામ નામાંકન કરશે. ઉલ્લેખનીય છે કે રામાફોસા આફ્રિકાના એક ધનીક બિઝનેસમેન છે. પક્ષના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે મતદાન બાદ સીરિલ રામફોસા કેપટાઉમાં આવેલ સાંસદમાં સભ્યોને સંબોધન કરશે.

ઉલ્લેખનીય છે કે જૈકબ જુમાએ બુધવારે પોતાના રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું. એએનસી પાર્ટીએ તેમના પર 9 વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર સહિક કૌભાંડ તેમજ આર્થિક મંદીનો આરોપ લગાવ્યો હતો. તેની સાથે જ પોતાની લોકપ્રિયતામાં થયેલા ઘટાડાના કારણે પૂર્વ રાષ્ટ્રપતિએ એક કાર્યક્રમમાં સંબોધનમાં રાજીનામું આપ્યું હતું.

You might also like