ચેન્નાઇમાં વરદા લાવ્યું વરસાદ અને તોફાન : 2નાં મોત

ચેન્નાઇ : બંગાળની ખાડી ઉપર ઓછા દબાણનાં કારણે થયેલ ચક્રવાદી તોફાન વરદા તમિલનાડુમના ઉત્તરી તટ સાથે ટકરાઇ ગયું છે. તોફાનનાં કારણે સોમવાર સવારથી જ મુશળધાર વરસાદ થઇ રહ્યું છે અને તોફાન આવ્યું છે. કેટલાક વિસ્તારોમાં હવાની ગતિ 100 કિલોમીટર પ્રતિકલાક સુધી પહોંચી ચુકી છે.

તોફાનનાં કારણે તમિલનાડુમાં બે લોકોનાં મોત થયાનાં સમાચાર છે. હવાઇ તોફાનનાં કારણે ઘણા સ્થળો પર ઝાડ પડવાની ઘટનાઓ પણ નોંધાઇ છે. તમિલનાડુ સરકારનાં લોકોને સાંજે 4 વાગ્યા સુઘી ઘરથી બહાર નહી નિકળવાની સલાહ આફી છે. NDRFએ જણાવ્યુ કે આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં કોઇ પણ ઇમરજન્સી પરિસ્થિતીને પહોંચી વળવા માટે 19 ટીમો મુકવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુસાર આ તોફાન હવે પશ્ચિમની તરફ આગળ વધતુ આંધ્રપ્રદેશનાં દક્ષિણ તટીય વિસ્તારોમાં પહોંચશે. ત્યાર બાદ તે નબળુ પડવા લાગશે અને ખતમ થઇ જશે. તોફાનનાં કારણે લોકોને થનારી અસુવિધાને જોતા તમિલનાડુ સરકારે અમ્મા કેટીન્સને દિવસભર ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. અહીં તમામ લોકોને મફત ભોજન આપવામાં આવશે. તોફાનને જોતા અમુક વિસ્તારની વિજળી કાપી દેવામાં આવી છે.

લોકોને ઝાડ અને વિજળીના થાંભલાઓ નજીક નહી ઉભા રહેવા માટે સલાહ આપવામાં આવી છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનીકલ મંત્રી હર્ષવર્ધને પણ વરદાનાં મુદ્દે સરકારી તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું કે, ભારત સરકાર, પ્રદેશ સરકાર અને સંબંધિત એજન્સીઓ તામ હાઇએલર્ટ પર છે. અમે તમામને સાવધાન રહીને સુનિશ્ચિત કરવું પડશે કે આગામી 26 થી 36 કલાક સુધી સતર્ક રહીએ.

Visit: http://sambhaavnews.com/

You might also like