VIDEO: ઓખી વાવાઝોડાંને લઇ દ.ગુજરાતમાં હાઇ એલર્ટ, વલસાડની કોલેજોમાં રજા

ગુજરાતઃ ઓખી વાવાઝોડાને પગલે સુરક્ષા-સાવધાનીનાં કારણોસર વલસાડની કોલેજોમાં આવતી કાલે રજા જાહેર કરવામાં આવી છે. ઓખી વાવાઝોડાને પગલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા રજાની જાહેરાત કરી દેવામાં આવી છે. સાથે જ 6 ડિસેમ્બરનાં રોજ યોજાનારી ગણિત વિષયની પરીક્ષા 11 ડિસેમ્બરે યોજાવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ઓખી વાવાઝોડાંને પગલે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હાઇ એલર્ટ કરી દેવાયેલ છે. મધ્યરાત્રિએ ઓખી વાવાઝોડું ત્રાટકવાની શક્યતા છે. નવસારીનાં દરિયાકાંઠાનાં વિસ્તારમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જ્યાં અસર થઈ શકે છે તેવા ગામનાં સરપંચો, મામલતદાર અને NDRFની ટીમોને પણ હાલ ગોઠવી દેવામાં આવી છે.

જિલ્લા વહીવટી તંત્રએ આ મામલે સંપૂર્ણ તૈયારીઓ કરી દીધી છે. તમામ પ્રકારનાં અગમચેતીનાં પગલાઓ પણ લેવામાં આવ્યાં છે. તેમજ કોઈને દરિયો ન ખેડવા સુચના પણ આપી દેવાઇ છે. આ મામલે કલેક્ટરે પણ દરિયાકાંઠાની મુલાકાત લીધી છે.

You might also like