તામિલનાડુ અને કેરળમાં વાવાઝોડાનો કહેર, 8નાં મોત

તમિલનાડુના તટીય વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદ અને તોફાની પવનોને કારણે તમિલનાડુના કન્યાકુમારીમાં 8 લોકોનાં મોત થયાં છે. હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં તમિલનાડુના તટીય વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. કેરળમાં પણ એલર્ટ જાહેર કરાયું છે. અહીંના દરિયાકાંઠે સીઝનના પહેલા વાવાઝોડા કઢતક્કપ અસર દેખાવી શરૂ થઇ ગઇ છે.

તમિલનાડુના કન્યાકુમારી જિલ્લામાં ગઇકાલ રાતથી મૂશળધાર વરસાદ અને ભારે પવનને કારણે આજે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસરગ્રસ્ત રહ્યું. ભારે વરસાદને કારણે ચાર લોકોના મોત થયાં છે. વિવિધ સ્થળોએ વૃક્ષો તેમજ થાંભલાઓ ઉખડીને પડ્યા છે. ડિસ્ટ્રિકટ એડમિનિસ્ટ્રેશને લોકોને ઘરની બહાર નહીં નીકળવા કહ્યું છે.

જિલ્લાના વિવિધ હિસ્સાઓમાં વીજળી નથી. શાળા-કોલેજો પણ બંધ રાખવામાં આવી છે. દક્ષિણ રેલવેના અધિકારીઓએ જણાવ્યું છે અહીંથી પસાર થતી બે ટ્રેન આંશિક રીતે અથવા સંપૂર્ણપણે રદ્દ કરવામાં આવી છે. એડમિનિસ્ટ્રેશને એલર્ટ જાહેર કરીને સ્કૂલો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. હવામાન વિભાગ પ્રમાણે, આગામી 24 કલાક સુધી ભારે વરસાદ ચાલુ રહી શકે છે.

કોઇપણ સ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની બે ટીમો મો’લવામાં આવી છે. આ ઉપરાંત અન્ય 47 ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે. વાવાઝોડાના કારણે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી કેરળની બે દિવસની યાત્રા રદ કરવામાં આવી છે.. આજે રાહુલને કેરળ માટે રવાના થવાનું હતું… રાહુલ અહી એક સમાપન સમારોહનું ઉદ્ઘાટન કરવા જવાના હતા.

You might also like