તમિલનાડુ-કેરલમાં તબાહી બાદ ગુજરાત તરફ વધ્યું OCKHI તોફાન

નવી દિલ્હી: અરબ સાગરમાં મંડરાઇ રહેલું સાઇક્લોન ઓખી હવે વધારે જોખમકારક થઇ રહ્યું છે. મોસમ વિભાગના પ્રમાણે આ સમયે એ દક્ષિણ પૂર્વ અરબ સાગરમાં છે. સાઇક્લોનની અંદર ફરતી હવાઓના હિસાબથી હવે એને વધારે ભીષણ સાઇક્લોન માનવામાં આવી રહ્યું છે. એમાં 150 થી 170 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી તેજ હવાઓ ચાલી રહી છે અને હવાના પવનની સ્પીડ 180 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી રહી છે.

મોસમ વિભાગે સાઇક્લોન સેન્ટરના પ્રમાણે હવે આ સાઇક્લોન લક્ષદ્વીપથી દૂર જઇ રહ્યું હતું. લક્ષદ્વીપ સમૂહથી તોફાન 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દૂર હટી રહ્યું છે. એવું અનુમાન છે કે 3 ડિસેમ્બરની સવારથી આ સાઇક્લોનની તાકાત ઘટવાની શળરૂ થઇ જશે, પરંતુ ત્યારબાદ આ તોફાન ગુજરાતની તરફ મડરાવાનું શરૂ થઇ જશે. એવું અનુમાન છે કે 3 ડિસેમ્બર પૂરી થતા થતાં એમાં હવાની ઝડપ 135થી 145 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.

4 ડિસેમ્બરે આ સાઇક્લોન ખંભાતની ખાડી તરફ ચાલ્યું જશે, પરંતુ જેમ જેમ એ ગુજરાતની તરફ ચાલશે એમ એમ એની તાકાતમાં કમી આવતી રહેશે. 4 ડિસેમ્બર પૂરી થતા થતાં એમાં ચાલી રહેલી તેજ હવાઓની ઝડપ 90 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે, પરંતુ આ સ્થિતિમાં પણ તોફાન ભીષણ ચક્રવાતની કેટેગરીમાં જ રહેશે. એ દરમિયાન ઉત્તર મહારાષ્ટ્રના કોંકણના વિસ્તારોમાં દરિયામાં ઊંચી ઊંચી લહેરો ઊઠશે.

મોસમ વિભાગે 4 ડિસેમ્બરે ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરેક વિસ્તારમાં માછીમારોને દરિયામાં ના જવા માટેની ના પાડી દીધી છે. 5 ડિસેમ્બર આવતા આવચા આ તોફાન થોડું ઓછું અને એની તાકાત પણ ઓછી થઇ જશે. ત્યારે હવાઓની ઝડપ 70 કિલોમીટરથી લઇને 80 કિલોમીટર પ્રતિ કલાકની થશે.

You might also like