બંગાળની ખાડીમાં ‘મોરા’ ટહુક્યાં : પુર્વોત્તરમાં તોફાની વરસાદની શક્યતા

નવી દિલ્હી : બાંગાળની ખાડીમાં પેદા થયેલા પ્રેશરનાં પગલે મોરા નામનો ચક્રવાત ઉત્પન થયો છે. જે આગામી 12 કલાકમાં ભયાનક સ્વરૂપ ધારણ કરે તેવી આશંકાનાં પગલે હવામાન વિભાગે પુર્વોત્તર રાજ્યોને એલર્ટ કર્યા છે. હવામાન વિભાગનાં અનુસાર તોફાની પવન સાથે વરસાદ પડી શકે છે. ઉપરાંત માછીમારોને પણ દરિયો નહી ખેડવા માટે જણાવ્યું છે.

નોંધનીય છે કે બંગાળની ખાડીમાં મોરા નામનો ચક્રવાત સર્જાતા કેરળ પહેલા ચોમાસુ પુર્વોત્તર રાજ્યોમાં બેસી જશે. હાલ મોરા 125 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકી રહ્યું છે પરંતુ તે વધારે ખતરનાક પણ બની શકે છે. મોરાનાં કારણે પુર્વોત્તર રાજ્યોમાં પરિસ્થિતી વિકટ બની શકે છે. સ્કાઇમેટ વેધરનાં અનુસાર મોરા ઝડપી નોર્થ ઇસ્ટ તરફ આગળ વધી રહ્યું છે. તે 30 મેના દિવસે બાંગ્લાદેશનાં કિનારે પહોંચી જશે.

હવામાન વિભાગનાં અનુસાર 30 મેનાં દિવસે દક્ષિણ અસમ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમમાં ભારે વરસાદ પડી શકે છે. અરૂણાચલ અને નાગાલેન્ડમાં પણ ભારે વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે.

You might also like