મેકુનું ઈફેક્ટ, ગુજરાતના પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ…

દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયુ છે. આ ડિપ્રેશન 6 કલાક બાદ તિવ્ર થશે અને 12 કલાક બાદ ડિપ્રેશન પરિવર્તિત થશે. આ ચક્રવાત ઓમાન તરફ આગળ વધશે. ચક્રવાતના કારણે સાગરખેડુઓને દરિયો ન  ખેડવા માટે સુચના અપાઈ છે. ચક્રવાતને લઈ ગુજરાતમાં પણ પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવાયુ છે. જો કે ચક્રવાતને લઈને ગુજરાતને કોઈ અસર નહીં થાય.

જો કે અરબ સાગરમાં મોસમનું આ બીજુ તોફાન છે. તોફાની રીતે આગળ વધી રહેલા આ તોફનનું નામ મેકુનું આપવામાં આવ્યુ  છે. હમણા આ વાવઝોડુ 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષીણ-પશ્ચિમ સમુદ્રમાં આગળ વધી રહ્યુ છે જે 3 થી 4 દિવસમાં ઓમાન અને યમનના કેટલાક વિસ્તારને પ્રભાવિત કરી શકે છે.  આ વાવઝોડાને કારણે સાગરખેડુઓને દરિયો ન ખેડવા માટે કહેવામાં આવ્યુ છે અને સાથે જ 1 નંબરનું સિગ્નલ પણ લગાવવામાં આવ્યુ છે.

ઉલ્લેખનિય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હી સાહિત કેટલાક રાજ્યોમાં પણ વાવાઝોડુ ફુંકાયુ હતુ જેમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જો કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગુજરાત પર આ વાવાઝોડાની અસર થવાની કોઈ સંભાવના નથી.

You might also like