માત્ર એક ‘ફેક ઇ મેઇલ’ થયો અને કંપનીનાં કરોડોનાં ટેન્ડરો રદ થયાં

અમદાવાદ, બુધવાર
પંચવટી પાંચ રસ્તા પાસે અાવેલી અાઈટી કંપનીના ફેક અાઈડી બનાવી કંપનીના ગ્રાહકોને કંપનીની પ્રતિષ્ઠા ખરડાય તેવા ઇ મેઇલ કરી ટેન્ડરો રદ કરાવ્યાં હોવાની ફરિયાદ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ છે. કંપનીના ગ્રાહકોનો ડેટા ગેરકાયદે રીતે મેળવી અને તેઅોને કંપનીના વેબ પોર્ટલ પરથી સતત એસએમએસ અને ઇ મેઇલ મોકલવામાં અાવતા હતા. સાયબર ક્રાઈમ બ્રાન્ચે હાલ અા અંગે વધુ તપાસ હાથ ધરી છે.

પંચવટી પાંચ રસ્તા પાસે અાવેલ વોલસ્ટ્રીટ બિલ્ડિંગ૨માં ઇ-પ્રોક્યુટમેન્ટ ટેકનોલોજિસ્ટ લિમિટેડ નામની અાઈટી કંપની અાવેલી છે. અા કંપની અોનલાઈન ઇ ટેન્ડરિંગ, ઇ અોક્સન સર્વિસ અને અોનલાઈન ટેન્ડરિંગની સર્વિસ અાપે છે. કંપનીના મોટાભાગના ગ્રાહકો સરકારી વિભાગ અને બેન્ક તથા પ્રાઈવેટ સેક્ટરની કંપનીઅો છે.

વર્ષ ૨૦૧૩માં કંપનીઅે ઝાંસી નગર નિગમની ઇ ટેન્ડરિંગ સર્વિસનું કામકાજ ચાલુ કર્યું હતું. દરમિયાન ઝાંસી નગર નિગમના ઇ મેઇલ અાઈડી પર કોઈ અજાણી વ્યક્તિઅે ઇ મેઇલ કરી ઇ પ્રોક્યુટમેન્ટ કંપનીને ટર્મિનેટ કરેલી છે અને અર્નેસ્ટ મની ડિપોઝિટ મીરાં ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશને જપ્ત કરી છે.

અલગ અલગ રાજ્યોમાં કંપનીને ટર્મિનેટ કરવામાં અાવી છે તેમજ કંપનીના કોન્ટ્રાક્ટો રદ કર્યા હોવાનું ઇ મેઇલમાં જણાવ્યું હતું. ઇ પ્રોક્યુટમેન્ટ કંપનીઅે તપાસ કરતાં બીપીસીઅેલ, એસબીઅાઈ બેન્ક, અલ્હાબાદ બેન્ક, મુંબઈ પોર્ટટ્રસ્ટ, થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજસ્થાન સરકાર ઇ મેઇલ કર્યા હતા. અા તમામ જગ્યાઅે કંપનીઅે ટેન્ડર ભર્યાં હતાં. જો કે રાજસ્થાન સરકાર અને એક કંપનીઅે ટેન્ડર અાપ્યું ન હતું જેથી કંપનીને કરોડોનું નુકસાન થયું હતું. સતત ખોટા ઇ મેઇલના કારણે કંપનીના ઇ ટેન્ડરો રદ થવા લાગ્યાં હતાં.

કંપનીની વેબપોર્ટલનો પણ દુરુપયોગ કરી તેમજ અલગ અલગ કંપનીઅોના ચેરમેનના મોબાઈલ નંબર અને ઇમેઇલ અાઈડી ગેરકાયદે રીતે મેળવી તેઅોને એસએમએસ અને ઇ મેઇલ મોકલી અને કંપનીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવામાં અાવી હતી. સાઈબર ક્રાઈમ બ્રાન્ચે હાલ અા અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

You might also like