ચૂંટણીના માહોલમાં સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટ પર સાયબર સેલની ચાંપતી નજર રહેશે

રાજ્યમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે અને આચારસંહિતા પણ ક્યારની લાગુ કરી દેવામાં આવી છે. હવે સોશિયલ મીડિયા પર થતા વિવાદિત પોસ્ટ પર તડામારી કરવામાં આવશે. હવે કોઈને સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટ કરવી ભારે પડી શકે છે.

ચૂંટણીને ધ્યાનમાં રાખી સાયબર સેલ દ્વારા સોશિયલ મીડિયામાં ફરતા થનારા વિવાદિત પોસ્ટ પર બાજ નજર રાખવામાં આવશે. ખાસ કરીને ચૂંટણીના મેદાને ઉભા રહેનારા ઉમેદવારોના સોશિયલ મીડિયા પર ખાસ નજર રાખવામાં આવશે.

આ ઉપરાંત ઉમેદવારોના નામે જો કોઇએ બનાવટી એકાઉન્ટ બનાવ્યા હશે અને તેના પરથી વિવાદિત પોસ્ટ કરશે તો FIR સુધીની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ કોઇ પણ શંકાસ્પદ પોસ્ટને લઇને સાયબર સેલ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી શકશે. આ ઉપરાંત વિવાદિત પોસ્ટ કરાનાર શખ્સો સામે પણ પોલીસ ફરિયાદ કરી કાર્યવાહી કરશે.

આજકાલ સોશિયલ મીડિયાનો ક્રેઝ વધી રહ્યો છે. લોકો પોતાની કોઈપણ પ્રકારની વાત રજૂ કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લેવા લાગ્યા છે. જો કે તેમાં ક્યારેક કોઈની માનહાનિ થવાનો પણ ભય રહેતો હોય છે. હાલમાં ચૂંટણીના માહોલમાં પણ ભાજપ, કોંગ્રે, આપ પાર્ટી અને પાટીદારો પણ સોશિયલ મીડિયા પર સક્રિય બન્યા છે, એવામાં કોઈ વિવાદિત પોસ્ટ ન જાય તેના માટે સાયબર સેલ દ્વારા વૉચ રાખવામાં આવશે.

You might also like