CWG 2018માં ભારતનું ત્રીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન, 26 ગોલ્ડ સહિત કુલ 66 મેડલ જીત્યા

કોમનવેલ્થ ગેમ્સ 2018માં ભારતનું શાનદાર સફર સમાપ્ત થયું છે. ભારતે આ ગેમ્સમાં 26 ગોલ્ડ મેડલ સહિત 66 (20 સિલ્વર, 20 બ્રોન્ઝ) મેડલ જીત્યા છે. 2014માં ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં જીતેલા 64 મેડલ કરતા આ વખતે ભારતનું પ્રદર્શન વધારે સારું હતુ. ગોલ્ડ કોસ્ટમાં ભારત ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ પછી ત્રીજા સ્થાન પર છે, અહીંયા ભારતે 15 ગેમ્સમાં ભાગ લીધો અને 9 ગેમ્સમાં મેડલ જીત્યા. ભારતે (26 ગોલ્ડ, 20 સિલ્વર અને 19 બ્રોન્ઝ) મેડલ મેળવ્યા. ભારતે કોમનવેલ્થમાં 2010માં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. જેમાં 38 ગોલ્ડ મેડલ સાથે 101 મેડલ જીત્યા હતા. જ્યારે વર્ષ 2002માં માન્ચેસ્ટરમાં યોજાયેલા કોમનવેલ્થમાં 30 ગોલ્ડ મેડલ સાથે કુલ 69 મેડલ્સ જીત્યા હતા.

શૂટિંગ:
શૂટિંગમાં આ વખતે ભારતીય શૂટરે 7 ગોલ્ડ સહિત 16 મેડલ જીત્યા. અનીશ ભાનવાલા, મેહુલી ઘોષ અને મનુ ભાકર જેવા યુવાન શૂટર સિવાય હીના સિદ્ઘુ, જીતુ રાય અને તેજસ્વિની સાવંત જેવા અનુભવી શૂટરે પણ ભારત માટે મેડલ જીત્યા.

વેટલિફ્ટિંગ:
ભારતે વેટલિફ્ટિંગમાં કુલ 9 મેડલ જીત્યાં. જેમાં 5 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ શામેલ છે. મીરાબાઇ ચાનૂ, સંજીતા ચાનૂએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો. આ સાથે પૂનમ યાદવે પણ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો.

રેસલિંગ:
રેસલિંગમાં ભારતીય ખિલાડીઓએ 5 ગોલ્ડ, 3 સિલ્વર અને 4 બ્રોન્ઝ સહિત કુલ 12 મેડલ પોતાના નામે કર્યા. બજરંગ પૂનિયા, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક, સુમિત જેવા રેસલર્સે પોત-પોતાના ભારવર્ગમાં ભારતને મેડલ અપાવ્યા.

બેડમિન્ટન:
બેડમિન્ટમાં ભારતે કુલ 6 મેડલ જીત્યા. ભારતે મિકસ્ડ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા. વિમેન્સ બેડમિન્ટન ફાઈનલમાં બન્ને ભારતીય ખેલાડી પીવી સિંધું અને સાઈના નહેવાલ આમને સામને હતા જેમાં સાઈનાએ ગોલ્ડ જીત્યો છે. જ્યારે મેન્સ સિંગલમાં ભારતના કિબાંદ શ્રીકાંતે મલેશિયાના લી ચોંગ સામે હારનો સામનો કરીને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો. આ સાથે જ તેમનું ગોલ્ડ મેડલ જીતવાનું સપનું તૂટી ગયું. બેડમિન્ટનમાં ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

ટેબલ ટેનિસ:
ટેબલ ટેનિસમાં ભારતીય મહિલા અને પુરુષ ટીમે ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો. આ સિવાય મહિલા સિગલ્સમાં મનિકા બત્રાએ ગોલ્ડ મેડલ જીત્યો. જ્યારે ડબલ્સમાં ભારતે સિલ્વર મેડલ પોતાના નામે કર્યા.

બોક્સિંગ:
બોક્સિંગમાં ભારતે કુલ 9 મેડલ જીત્યા. જેમાં 3 ગોલ્ડ, 3 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ શામેલ છે. મેરી કૉમમાં ગોલ્ડ જીતીને દેશનું નામ રોશન કર્યુ.

એથલેટિક્સ:
એથલેટિક્સમાં ભારતે 3 મેડલ મેળવ્યા. નીરજ ચોપડાએ જેવલિનમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો, જ્યારે સીમા પૂનિયાએ ડિસ્કસ થ્રોમાં સિલ્વર અને નવદીપ ઢિલ્લોએ બ્રોન્ઝ મેડલ જીત્યો.

You might also like