‘ક્યૂટ’ શબ્દથી કંટાળી ગઈ હતીઃ રિયા ચક્રવર્તી

બેન્ક ચોર અને ‘હાફ ગર્લફ્રેન્ડ’ જેવી ફિલ્મોથી મોટા પરદે કમબેક કરવા જઇ રહેલી રિયા ચક્રવર્તી પોતાની ક્યૂટ ઇમેજથી ખૂબ જ પરેશાન થતી. તેને જરાય ગમતું ન હતું કે લોકો તેને હજુ પણ નાની બાળકી સમજતા રહે. આખરે તેણે ક્યૂટ ઇમેજને ધમાકેદાર રીતે તોડી દીધી છે. આ માટે તેણે એક હોટ ફોટોશૂટ કરાવ્યું છે. તે એવી હીરોઇનોમાંની એક હતી, જેમને ક્યારેય લોકો ક્યૂટ કહેવાનું બંધ કરતા ન હતા. તેની અસર તેની ફિલ્મી કરિયર પર પડી રહી હતી, કેમ કે નિર્માતા-નિર્દેશકો તેને ગ્લેમરસ ભૂમિકાવાળા રોલ આપતા ન હતા. આવા સંજોગોમાં રિયાને લાગ્યું કે તેણે તેની ક્યૂટ ઇમેજમાંથી બહાર આવવું પડશે.

તેણે એક હોટ ફોટોશૂટ કરાવ્યું અને તેને ઇન્સ્ટાગ્રામ પર નાખી દીધું. તેની આ તસવીરો ઇન્ટરનેટ પર વાઇરલ થઇ ગઇ. લોકો તેને સારી-સારી કોમેન્ટ આપવા લાગ્યા, જેનાથી રિયા ખૂબ જ ખુશ છે. રિયા કહે છે કે ખુદને બાળકી સાંભળી-સાંભળીને હું થાકી ગઇ હતી. હું ૨૪ વર્ષની થઇ ગઇ છું અને લોકો જ્યારે મને પપી તેમજ ક્યૂટ કહીને બોલાવતા હતા ત્યારે મને સારું લાગતું ન હતું. તેથી મેં વિચાર્યું કે આ હોટ ફોટોશૂટથી હું મારો ગ્લેમરસ અવતાર બતાવી શકીશ. પહેલાં તેણે પોતાનો એક ફોટો સોશિયલ મીડિયામાં નાખ્યો. ત્યારબાદ તેણે બિકિનીમાં પોતાની સેલ્ફી પોસ્ટ કરી. આ તસવીરોએ સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ ફોલોઅર્સ પણ વધારી દીધા.

http://sambhaavnews.com/

You might also like