એક વર્ષ પહેલાં કાપી નાખેલું પીપળાનું વૃક્ષ એકાએક ઊભું થયું

લખીમપુર: ઉત્તર પ્રદેશના લખીમપુરમાં એક વિચિત્ર ઘટના બની છે, જેમાં લખીમપુરમાં એક વર્ષથી પણ વધુ સમયથી કપાયેલું પીપળાનું એક વૃક્ષ અચાનક જ ઊભું થઈ ગયું હતું. આ વાતની જાણકારી મળતાં જ તેને જોવા માટે અનેક લોકોની લાઈનો લાગી ગઈ હતી અને બાદમાં આ વૃક્ષના પૂજાપાઠ કરવાનું શરૂ થઈ ગયું હતું.

લખીમપુર સ્ટેશન વિસ્તારમાં ખીરીના ગામ રત્તાસરાયમાં એક પીપળાનું ઝાડ છેલ્લા ૧૩ મહિના અને ત્રણ દિવસથી કાપેલું પડ્યું હતું. તાજેતરમાં એક દિવસ બપોરે અચાનક અવાજ આવ્યો હતો અને કપાયેલું આ ઝાડ ફરી ઊભું થઈ ગયું હતું. આ વાતની જાણ થતાં જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની લાઈનો ઝાડ પાસે પૂજા કરવા માટે પહોંચી ગઈ હતી.

You might also like