નોટબંધીના નિર્ણયમાં કોઇ વધારો કરવામાં નહી આવે : સરકાર મક્કમ

નવી દિલ્હી : જો તમે તેની રાહજોઇ રહ્યા છો કે સરકાર 500 અને 1000ની જુની નોટોને બેંકમા જમા કરાવવાની રાહ જોઇ રહ્યા હો તો તમે મુશ્કેલીમાં મુકાઇ શકો છો. સરકારે મંગળવારે કહ્યું કે આરબીઆઇ અને બેંકો પાસે હવે કેશની કોઇ સમસ્યા નથી માટે 30 ડિસેમ્બરની તારીખને આગળ વધારવામાં આવે તેવી શક્યતાઓ નથી.

સરકારે આ જાણકારી રાજ્યસભાની કાર્યવાહી દરમિયા આપી. નાણારાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે એક સવાલનાં જવાબમાં જણાવ્યું કે, રિઝર્વ બેંક અને અન્ય બેંકો પાસે પુરતા પ્રમાણમાં રોકડ છે. અને નોટ બદલવાની તારીખને આગળ વધારવા અંગે કોઇ વિચાર નથી કરવામાં આવી રહ્યો.

મેઘવાલે કહ્યું કે ગ્રામીણ વિસ્તારની જરૂરતોને જોતા બેંકોને 100 અને તેના કારણે ઓછા રૂપિયાની નોટોને ગામમાં વધારે સપ્લાઇ કરવા માટે જણાવવામાં આવ્યું છે. બીજી તરફ રાજ્યમંત્રી સંતોષ કુમાર ગંગવારે એક વધારે સવાલનાં જવાબમાં બેંકો અને એટીએમમાં સુરક્ષાનું સંપુર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આરબીઆઇએ સતર્કતા દાખવવા માટે જણાવ્યું છે.

You might also like