ગરમીમાં બહાર જવાના બદલે ૮૦ ટકા ગ્રાહકો ઓનલાઈન શોપિંગ કરવાનું વધુ પસંદ કરે છે

અમદાવાદ: દેશમાં ઓનલાઈન ખરીદીનો ટ્રેન્ડ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે, તેમાં પણ ગરમીના કારણે લોકો દુકાન પર જવાનું ટાળી ઓનલાઈન ખરીદી કરવાનું વધુ પસંદ કરે છે. યાહુ અને માઈન્ડશેર દ્વારા ગ્રાહકોની ખરીદીની પદ્ધતિ પર એક સંયુક્ત રીતે હાથ ધરાયેલા સર્વે રિપોર્ટમાં વધુમાં જણાવ્યું છે કે ૩૧ ટકા ખરીદદાર ગ્રાહક દુકાન પર જઈને સમય અને શક્તિ બગાડવા કરતાં ઓનલાઈન ખરીદી કરવાનું વધુ પસંદ કરે છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ૨૮ ટકા ગ્રાહક ઓનલાઈન ખરીદીમાં ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હોવાના કારણે ઓનલાઈન ખરીદી કરવાનું વધુ પસંદ કરે છે.

ઈ-કોમર્સ કંપનીનો કારોબાર વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ભારતમાં ખૂબ ઊંચો છે. દેશમાં ટેલિકોમ નેટવર્કના કારણે આ વધુ શક્ય બન્યું છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે મોટા ભાગના ખરીદદારો રેડીમેડ ગાર્મેન્ટ્સ, ઈલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓ, મોબાઈલ જેવી વસ્તુઓની ખરીદી ઓનલાઈન કરવાનું વધુ પસંદ કરે છે.

You might also like