2500માં હવાઇ મુસાફરી પાડાનાં વાંકે પખાલીને ડામ જેવી નીતી

નવી દિલ્હી : નવી સિવિલ એવિએશ પોલીસી હેઠળ 1 કલાકની હવાઇ મુસાફરી માટે 2500 રૂપિયા જ્યારે અડધા કલાક માટે 1200 રૂપિયાની હવાઇ ટીકીટનું પ્રવધાન કરવામાં આવ્યું છે. આ મુદ્દે હાલ મીડિયામાં ચારેબાજુ વાહવાહી થઇ રહી છે લોકો ખુશ છે. આમ આદમી પણ હવે હવાઇ મુસાફરી કરી શકશે તે પ્રકારની ચર્ચાઓ થઇ રહી છે. જો કે આ મુદ્દે સમજવામાં એક મોટી ભુલ છે. આ નિયમમાં એક નાનકડું પ્રવધાન છે કે આ નિયમ હાલ ઓપરેશનલ ન હોય તેવા એરપોર્ટ પર જ લાગુ પડશે.

આ નિયમનો સીધો અર્થ છે કે, હાલ જે એરપોર્ટ ચાલુ પરિસ્થિતીમાં છે તેવા એરપોર્ટ પર આ નિયમ લાગુ નહી પડે. જે એરપોર્ટ હાલ બંધ હાલતમાં છે અથવા તો નવા બની રહ્યા છે તેમાં જ 2500 અને 1200 રૂપિયાવાળો નિયમ લાગુ પડશે. જેનો અર્થ સ્પષ્ટ છે કે નાના શહેરોમાં બનનારા નવા એરપોર્ટ પર જ 2500 રૂપિયાનાં ભાડે તમે મુસાફરી કરી શકશો. અત્રે નોંધનીય છે કે દેશનાં 482 એરપોર્ટ પૈકી માત્ર 84 એરપોર્ટ જ હાલ ચાલુ હાલતમાં છે. સરકાર યોજના હાલ 160 મથકો અને હવાઇ પટ્ટીઓને ફરીથા ચાલુ કરવા માટેની છે.

સરકાર ઇચ્છે છે કે શેડ્યુલ ફ્લાઇટ્સવાળા હાજર 77 એરપોર્ટની સંખ્યામાં ત્રણ વર્ષમાં વધારીને 127 કરવામાં આવે. તેનાં માટે 50 માંથી 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને હાલ 80 એરપોર્ટ આ લાયક બનાવવામાં આવશે. જ્યાંથી ફ્લાઇટ્સ ઉડી શકે અને ઉતરી શકે. આ સંપુર્ણ કવાયત ભારતને એવિએશનય સેક્ટરની ટોપ-10 ગ્લોબલ લિસ્ટમાં 2022 સુધીમાં 9માંથી ત્રીજા નંબર પર આવવા માટેનાં પ્રયાસો છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છેકે હાલનાં મેટ્રો રૂટ્સ પર હવાઇ સફર મોંધી થઇ જશે કારણ કે એરલાઇન્સ કંપનીઓ નાના શહેરો દરમિયાન ઉડ્યન દ્વારા થનારા નુકસાનને ભરપાઇ કરવાનો પ્રયાસ કરશે.

જો કે રીઝનલ કનેક્ટિવિટી સ્કીમ એર ચાર્ટર કંપનીઓ અને અન્ય નોન શેડ્યુલ ઓપરેટર્સને રિઝલન ઓફરેશન ચાલુ કરવા માટે પ્રોત્સાહીત કરશે. જો કે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોનાં અનુસાર આ સ્કીમ પર અમલ મુશ્કેલ થશે અને ઓપરેટર્સને સબ્સિડી આપવાથી મેટ્રો રૂટ્સ પર ટીકીટની કિંમતમાં વધારો થઇ શકે છે.

You might also like