ચાલુ વર્ષે રેપો રેટમાં ફેરફાર નહીંઃ ૨૦૧૮માં અડધા ટકાની વૃદ્ધિઃ નોમૂરા

મુંબઇ: ક્રૂડના નીચા ભાવ તથા ડોલર સામે રૂપિયાની નરમાઇની ચાલના પગલે ફુગાવો પણ નીચો જોવા મળ્યો છે અને તેના પગલે ફુગાવનો દર પણ નીચો આવ્યો છે.  આરબીઆઇ આ પરિસ્થિતિમાં વ્યાજના દરની યથાવત્ સ્થિતિ જાળવી રાખી શકે છે, જોકે આર્થિક વૃદ્ધના પગલે વર્ષ ૨૦૧૮માં રેપોરેટમાં અડધા ટકા સુધીનો વધારો કરી શકે છે.

નોમૂરાના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં દેશમાં જેમ જેમ ઈકોનોમિક ગ્રોથ જોવાશે તેમ તેમ ફુગાવાનો આંક પણ વધશે. તેની સાથેસાથે નીતિગત વ્યાજના દરમાં વૃદ્ધિ થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે ફુગાવાનો દર હાલ નીચો જોવા મળી રહ્યો છે.
http://sambhaavnews.com/

You might also like