જીવતો વાયર પડતાં કરંટ લાગવાથી સાસુ-વહુનાં મોત

અમદાવાદ: હિંમતનગર નજીક આવેલા કાનડા ગામે ઇલેક્ટિક શોટ લાગતાં સાસુ-વહુનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જ્યારે આ પરિવારની ત્રણ વ્યક્તિઓ દાઝી જતાં હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરની બાજુમાં આવેલા કાનડા ગામે રહેતા આરતીબા વિનોદસિંહ રાઠોડ નામની યુવતી બપોરના સુમારે કપડા સૂકવતી હતી ત્યારે જીવતો વીજ વાયર તેના પર પડતાં તેને શોર્ટ લાગ્યો હતો.

આથી તેનાં સાસુ લક્ષ્મીબહેન તથા ઘરના અન્ય સભ્ય ધૂળસિંહ રાઠોડ, લક્ષ્મણસિંહ રાઠોડ અને સરસ્વતીબા આ ચારેય આરતીબાને બચાવવા દોડ્યા હતા. બચાવવા જતા પાંચેયને જોરદાર શોર્ટ લાગતાં સાસુ-વહુ આરતીબા અને લક્ષ્મીબહેનનું મોત થયું હતું. જ્યારે ધૂળસિંહ, લક્ષ્મણસિંહ અને સરસ્વતીબાને શોર્ટ લાગતાં ગંભીર રીતે દાઝી જતાં આ ત્રણેયને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

You might also like