રિઝર્વ બેંકનાં કરોડો રૂપિયાની ચાલુ ટ્રેને ચોરી : સસ્પેન્સ ફિલ્મને ટક્કર મારે તેવી સ્ટોરી

ચેન્નાઇ : આરબીઆઇનાં રૂપિયા લઇ જઇ રહેલી એક ટ્રેનનાં કોચનું છાપરૂ કાપીને 5.78 કરોડ રૂપિયાની ચોરી થઇ હતી. આ ટ્રેન સલેમથી ચેન્નાઇ જઇ રહી હતી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સલેમથી ચેન્નાઇ જતી એગ્મોરા એક્સપ્રેસથી 342 કરોડ રૂપિયાનાં નોટ ટ્રાંસ્પોર્ટ કરી રી હતી. આ ટ્રેનનાં ત્રણ કોચમાં રૂપિયાથી ભરેલા ટ્રંપ મુકાયેલા હતા. ટ્રેન સલેમથી સોમવારે રાત્રે નવ વાગ્યે ઉપડી હતી. મંગળવારે સાંજે ચાર વાગ્યે ચેન્નાઇ પહોંચી હતી. જેમાં 226 બોક્સમાંરૂપિયા હતા.

ચેન્નાઇ પહોંચ્યા બાદ જ્યારે અધિકારીઓએ કોચનું સીલ તોડીને જોયું તો કેટલાક ટ્રંપ તુટેલા હતા. ઉપરાંત કેટલીક નોટો અસ્તવ્યસ્ત પડી હતી. ત્યાર બાદ તપાસ કરતા કોચનાં છાપરામાં લગભગ 2 વર્ગફુટનું કાણું હતું. આરબીઆઇનાં સુત્રો અનુસાર આ કોચ ફાડીને 5.78 કરોડ રૂપિયાથી વધારેની ચોરી થઇ હોવાનો અંદાજ છે. આરપીએફ દ્વારા કેસ દાખલ કરીને આ અંગે તપાસ ચાલુ કરી દેવાઇ છે .

સલેમથી ચેન્નાઇ જઇ રહેલી એક ટ્રેનમાંથી 342 કરોડ રૂપિયાની નોટ ગાયબ થઇ ગઇ છે. જીઆપી અધિકારીઓનાં અનુસાર આ નોટ 226 બોક્સમાં લવાઇ રહ્યા હતા. તેમાંથી બે બોક્સ તુટેલી ફુટેલી અવસ્થામાં મળી આવ્યા હતા. જેનાં કેટલાક રૂપિયા જ્યાં ત્યાંવેરાણેલા પડ્યા હતા. જ્યારે કેટલાક બોક્સ ગુમ છે.

ટ્રેનનાં જે કોચમાં રૂપિયા મુકવામાં આવ્યા હતા. તેનાં છાપરામાં ગાબડુ પાડીને ચોરી થઇ હોવાની આશંકાય છે. કારણ કે છાપરામાં ગાબડુ મળી આવ્યું છે. જીઆરપી અધિકારીઓએ જણાવ્યું કે આ એક માલગાડી હતી માટે આ કેસ આરપીએફનાં અંતર્ગત આવે છે. આ મુદ્દે આરપીએફ દ્વારા કેસ દાખલ કરીને તપાસ ચાલુ કરી દેવામાં આવી છે. આ તપાસમાં જો કે જીઆરપી પણ આરપીએફની મદદ કરી રહી છે. હાલ સમગ્ર મુદ્દે સંયુક્ત તપાસ ચલાવાઇ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ નાણા રિઝર્વ બેંકનાં હતા. રિઝર્વ બેંક દ્વારા 228 ટ્રંક્સમાં 342 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ મોકલવામાં આવી રહી હતી. જેનું વજન આશરે 23 ટન જેટલું થતું હતું. રિઝર્વ બેંક દ્વારા બુક કરાયેલ આ કોચને રેલ્વે તંત્ર દ્વારા જડબેસલાક રીતે સિલ કરી દેવામાં આવ્યું હતું. લૂંટારાઓ દ્વારા સ્ટીલ કટર અને વેલ્ડિંગ મશીનની મદદથી છાપરૂ કાપીને તમામ ટ્રંક્સ ઉઠાવી લેવાયા હતા. હાલ તો આ અંગે તપાસ ચાલી રહી છે.

You might also like