નોટબંધી બાદ સરકારને કાળાં નાણાં અંગે 4000 ઈ-મેઈલ મળ્યા

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે કાળું નાણું ધરાવનારાઓ અંગે માહિતી આપવા એક ઈ-મેઈલ એડ્રેસ જારી કર્યું છે. ત્યારે નોટબંધી બાદ સરકારને આવા 4000 મેઈલ મળ્યા છે. નાણાં મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે અમને આ મેઈલ એડ્રેસ પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

ટેકસ ઓથોરિટિઝ અને અન્ય તપાસ એજન્સીઓને બેન્ક એકાઉન્ટમાં ડિપોઝિટ તેમજ બીજી અધોષિત આવક અંગે ફાઈનાન્શિયલ ઈન્ટેલિજન્સ યુનિટ(એફઆઈયુ) દ્વારા દરરોજ માહિતી મળી રહી છે. આ યુનિટ ફાઈનાન્સ મંત્રાલય હેઠળ કામ કરી રહ્યું છે. સરકારે આ યુનિટને મળેલી માહિતીના આધારે પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. અધિકારીએ વધુમાં જણાવ્યું કે સિસ્ટમમાં ઘણી માહિતી આવી રહી છે. અને ડિપોઝિટ પર અમને દરરોજ અહેવાલ પણ મળી રહ્યા છે. અને તેના કારણે જ એજન્સીઓ આટલી ઝડપથી પગલાં લઈ શકી છે. સરકારને અત્યાર સુધી જે માહિતી મળી છે તેમાં નિષ્ક્રિય પડેલાં અને ઝીરો બેલેન્સવાળાં જન ધન યોજનાનાં ખાતાં અને શહેરી સહકારી બેન્ક ખાતાંમાં ડિપોઝિટ, લોન રિપેમેન્ટસ, ક્રેડિટ કાર્ડ પેમેન્ટસ, ઈલેકટ્રોનિક ટ્રાન્સફર, વિડ્રોલ્સ, જ્વેલરી , લકઝુરિયસ ચીજો અને રિયાલિટી જેવી ખરીદી અંગે જાણકારી મળી છે.તેના કારણે વધુ કેશ બેલેન્સ દર્શાવતી કંપની પણ રડારમાં આવી શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે સરકાર પાસે જેટલી માહિતી છે તેને જોતાં એ વિચારવું ખોટું સાબિત થઈ શકે કે બેન્કોમાં જમા થયેલી રકમ પૂરેપૂરી કાયદેસર છે. કારણ બેન્કો તરફથી કેટલાક શંકાસ્પદ વ્યવહારોની માહિતી સરકારને મળી રહી છે.
http://sambhaavnews.com/

You might also like