રદ્દ કરેલા ચલણનો માત્ર 45 ટકા હિસ્સો જ સર્ક્યુલેશનમાં પાછો આવ્યો

મુંબઈ: મોદી સરકાર તરફથી 8 નવેમ્બર 2016 પછી લાગુ કરવામાં આવેલી નોટબંધી પછી નોટોને બદલે કેટલી નવી નોટ માર્કેટમાં આવી ચૂક્યા છે. આ સવાલના જવાબમાં ગુરુવારના ગવર્નર ઉર્જિત પટેલ ને સંસદીય સમિતિ સમક્ષ બતાવ્યું કે આશરે 9.2 લાખ કરોડ રૂપિયા સુધીની નવી નોટ આરબીઆઈ તરફથી બહાર પાડવામાં આવી ચૂકી છે. તેનો અર્થ થયો કે કુલ 15.44 લાખ કરોડ રૂપિયાની જૂની નોટને બંધ કર્યા પછી માત્ર 60 ટકા નવી નોટ આવી ચૂકી છે.

જોકે, આરબીઆઈ તરફથી 13 જાન્યુઆરીના જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે કુલ 9.5 લાખ કરોડ રૂપિયાની કેશ સર્ક્યુલેશનમાં છે. આ આંકડામાં નોટબંધી પહેલા નાની કરન્સીના સ્વરૂપમાં 2.53 લાખ કરોડ રૂપિયાની રકમ પણ શામેલ છે. જો આ રકમમાં 9.55 લાખ કરોડ રૂપિયામાંથી ઓછું કરી દેવામાં આવે તો જાણ શકાય કે આશરે 6.97 લાખ કરોડ રૂપિયાની નોટ જ સર્ક્યુલેશનમાં છે. આ અમાન્ય કરવામાં આવેલી 500 અને 2000 રૂપિયાની જૂની નોટનો આશરે 45 ટકા હિસ્સો જ છે.

You might also like