કેશલેસ ટ્રાન્જેક્સનમાં મદદ કરશે UPI, આ રીતે પોતાના મોબાઇલને બનાવો બેંક

નવી દિલ્લી: નોટબંધી પછીથી દેશમાં કેશલેશ ટ્રાન્જેક્શન ઇકોનોમીને લઈને પ્રક્રિયા ઝડપી થઈ રહી છે. રવિવારે પીએમ મોદીએએ પણ પોતાની મનની વાતમાં ઓનલાઇન ટ્રાન્જેક્શન અને યૂપીઆઈ વિશે વાત કરી. દેશમાં નવા પેમેન્ટની ક્રાંતિની શરૂઆત થવા જઈ રહી છે.

જે યૂપીઆઈનો ઘણો ઉલ્લેખ થઈ રહ્યો છે એ સેવા આ વર્ષે એપ્રિલમાં શરૂ થવા જઈ રહી છે. અત્યાર સુધી 21થી વધુ બેંકોએ યૂનીફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI)ની શરૂઆત નવી એપ લોન્ચ કરતા કરી દીધી છે. આ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ બનાવી છે.

યૂપીઆઈ પેમેન્ટ સિસ્ટમને સંપૂર્ણપણે બદલી નાંખશે. આમાં કાર્ડ પેમેન્ટ, એનઇએફટી, આઈએમપીએસ અને ડિઝિટલ વોલેટનું સ્થાન લેવાની ક્ષમતા છે. આ કારણે યૂપીઆઈ ખૂબ જ સરળ પ્રક્રિયા છે. યૂપીઆઈ રિઝર્વ બેંકના ગવર્નર રઘુરામ રાજનના ભેજાની ઉપજ છે.

You might also like