નોટબંધીની અસર દુનિયાના અન્ય દેશો ઉપર પણ જોવાશે

મુંબઇ: સરકારે આઠમી નવેમ્બરે રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટો ઉપર પ્રતિબંધ મૂકી દીધાના પગલે દેશની અર્થવ્યવસ્થા ઉપર તેની નકારાત્મક અસર થવાની સાથે દુનિયાના અન્ય દેશો ઉપર પણ અસર થશે. વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચની ગ્રૂપ કંપની બીએમઆઇના અહેવાલ પ્રમાણે નોટબંધીના કારણે નેપાળની ઇકોનોમી ઉપર ઘેરી અસર થશે. આ નિર્ણય બાદ નેપાળ સાથે વેપાર અને પ્રવાસીઓની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. બીએમઆઇએ દેશમાં નોટબંધી બાદ નેપાળના જીડીપીનું અગાઉનું અનુમાન ૨.૫ ટકાથી ઘટાડીને ૨.૨ ટકા કરી દીધું છે.

વર્ષ ૨૦૧૫માં નેપાળમાં ભૂકંપ આવવાના કારણે છેલ્લા કેટલાય સમયથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે, જેના કારણે વર્ષ ૨૦૧૫-૧૬માં નેપાળના આર્થિક વિકાસમાં ૦.૮ ટકા સુધીનો ઘટાડો થયો છે. એજન્સીના જણાવ્યા પ્રમાણે નેપાળની ઇકોનોમી ભારત દ્વારા થતા વેપાર ઉપર મોટા ભાગે નિર્ભર છે. નેપાળની મધ્યસ્થ બેન્કે રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની ચલણી નોટો ઉપર પણ પ્રતિબંધ મૂકી દીધો છે.
http://sambhaavnews.com/

You might also like