નોટબંધી બાદ પાંચ લાખ કરદાતાઅોઅે અાઈટીને અોનલાઈન જવાબ અાપ્યો

નવી દિલ્હી: અાયકર વિભાગે જણાવ્યું કે નોટબંધી બાદ બેન્કોમાં જૂની નોટો જમા કરનારા જે ૧૮ લાખ કરદાતાઅોને એસએમએસ અને ઇ-મેઇલ દ્વારા સવાલ કરાયા હતા. તેમાંથી ૫.૨૭ લાખ લોકોઅે જવાબ અાપ્યા છે. ઇન્કમટેક્સ વિભાગે અત્યાર સુધી જવાબ ન અાપનારા લોકોને ચેતવણી પણ અાપી છે કે તેઅો ૧૫ ફેબ્રુઅારી સુધી જવાબ અાપે નહીં તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં અાવશે.

વિભાગના જણાવ્યા અનુસાર ૫.૨૭ લાખ કરદાતાઅોમાંથી ૯૯.૫ ટકા લોકોઅે અે વાતને સમર્થન અાપ્યું છે કે તેમને નોટબંધી બાદ ૫૦ દિવસના સમયગાળામાં રોકડ બેન્કમાં જમા કરાવવી. અા લોકોઅે કુલ ૭.૪૧ લાખ કરોડ રૂપિયા બેન્કમાં જમા કરાવ્યા. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી)અે એક નિવેદનમાં જણાવ્યું કે વિભાગના ક્લીન મની અભિયાને જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. ૧૨ ફેબ્રુઅારી સુધી ૫.૨૭ લાખ લોકોઅે જવાબ અાપ્યા. કરદાતાઅોઅે ૨૫ હજાર અન્ય ખાતાઅોની જાણકારી પણ અાપી જેમાં તેમને રોકડ જમા કરાવી હતી.

સીબીડીટીના નિવેદન મુજબ અાયકર વિભાગ અા તથ્યથી ખૂબ જ ઉત્સાહિત છે કે કરદાતાઅોઅે ૯૦ હજાર ખાતાંઅોમાં રોકડ જમા કરાવી અને ૨૫ હજાર વધારાનાં બેન્ક ખાતાંઅોની જાણકારી પણ અાપી. હવે કરદાતાઅો દ્વારા કરાયેલા જવાબોનો તેમના બિઝનેસ અને પાછળના વર્ષોમાં અાઈકર રિટર્ન સાથે સરખામણી કરવામાં અાવશે.

વિભાગે અભિયાન હેઠળ ૩૧ જાન્યુઅારીઅે જે ૧૮ લાખ લોકોને એસએમએસ અને ઇ-મેઇલ મોકલીને સવાલ કર્યા હતા જેમણે નોટબંધી દરમિયાન બેન્કમાં પાંચ લાખ રૂપિયાથી વધુ જમા કર્યા હતા. જવાબ અાપવા માટે ૧૦ દિવસનો સમય બાદમાં ૧૫ ફેબ્રુઅારી સુધી વધારી દેવામાં અાવ્યો હતો.

વિભાગે ૪.૮૪ લાખ એવા કરદાતાઅોની અોળખ પણ કરી છે જેમને અત્યાર સુધી ઇ-ફાઈલિંગ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કર્યું નથી. તેમને એસએમએસ મોકલાયા છે. અા પાનકાર્ડ ધારકો પર નજર પણ રખાઈ છે. જેમણે ઇ-ફાઈલિંગ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યું નથી અને અોનલાઈન જવાબ પણ અાપ્યો નથી.
http://sambhaavnews.com/

You might also like