નોટબંધીનો નિર્ણય ભૂલ ભરેલોઃ મુશ્કેલભરી સ્થિતિમાંથી પસાર થઈ રહી છે ભારતીય ઈકોનોમી

મુંબઇ: નોટબંધી બાદ ભારતીય ઇકોનોમી મુશ્કેલભરી સ્થિતિમાંથી પસાર થઇ રહી છે. રોકડની ક્રાઇસિસના કારણે ભારતીયોના રોજિંદા નાણાકીય વ્યવહારમાં મુશ્કેલીઓ વધી ગઇ છે. અમેરિકાના ન્યૂયોર્ક ટાઇમ્સના સંપાદકીય લેખમાં વધુમાં જણાવ્યું છે કે ભારતમાં રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટો ઉપરના પ્રતિબંધનો નિર્ણય ભયાનક છે.

ટાઇમ્સમાં જણાવ્યા પ્રમાણે સરકાર દ્વારા લેવાયેલા અચાનક નિર્ણયના કારણે દેશની અર્થવ્યવસ્થા ઉપર અસર થઇ છે. દેશમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં મંદી છે. રિયલ એસ્ટેટ અને કારના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. ખેડૂત, નાના દુકાનદાર સહિત સામાન્ય લોકો માટે રોકડની ક્રાઇસિસે ‘રૂટિન લાઇફ’ને કઠિન બનાવી દીધી છે. નોંધનીય છે કે સરકારે ૮ નવેમ્બરે રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટો ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. દેશના કુલ ચલણ હિસ્સામાં આ બંને નોટોનો હિસ્સો ૮૬ ટકા છે. વડા પ્રધાને કહ્યું છે કે ભ્રષ્ટાચાર, કાળું નાણું, આતંકવાદને ડામવા માટે આમ કરવું જરૂરી હતું.

સમાચારપત્રના અહેવાલ મુજબ નોટબંધીની યોજના જે રીતે બનાવવામાં આવી અને તેની અમલવારી કરાઇ છે તે ભયાનક છે. દેશવાસીઓને નાણાં જમા કરાવવા અને ઉપાડવા કલાકોના કલાકો બેન્ક બહાર ઊભાં રહેવું પડ્યું હતું.
http://sambhaavnews.com/

You might also like