નોટબંધી પછી નકલી નોટોના સૌથી વધુ અારોપી ગુજરાતમાં પકડાયા

અમદાવાદ: 8 નવેમ્બર 2016ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. 500 અને 1,000 નોટ રદ કરવાની જાહેરાત કરી હતી.પરંતુ દેશમાં હજી પણ અનેક રાજ્યોમાંથી રૂ. 1000 અને 500ની નકલી નોટો મળી આવે છે. એનસીઆરબીના આંકડા મુજબ સૌથી વધુ નકલી નોટો ઝડપાવવામાં ગુજરાત રાજ્ય બીજા નંબરે છે જયારે દિલ્હી પ્રથમ સ્થાને છે. જોકે ગુજરાત રાજ્યમાંથી નકલી નોટો મામલે સૌથી વધુ આરોપીઓ ઝડપાયા છે.

એનસીઆરબીના આંકડા મુજબ ગુજરાત રાજ્યમાંથી 1000ના દરની 6600 અને 500ના દરની 4905 મળી કુલ 11505 નકલી નોટો મળી આવી છે. જેની કિંમત રૂ.90,52,500 થાય છે.નકલી નોટો મામલે ગુજરાત રાજ્યમાં 30 જેટલી ફરિયાદો નોંધાઈ છે. જેમાં પોલીસ અને વિવિધ એજન્સીઓએ 36 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે.જે અન્ય રાજ્યો કરતાં સૌથી વધુ છે. દિલ્લીમાં સુધી વધુ 75875 જેટલી નકલી નોટો ઝડપાઇ છે.

રાજ્ય સભામાં સરકારે જણાવ્યું હતું કે રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા રૂપિયા 1,000 અને 500ની રૂ. 6,86,95,500ની કુલ 89,691 નકલી ભારતીય ચલણી નોટ જપ્ત કરી છે.વર્ષના પહેલા છ મહિનામાં દેશભરમાંથી રૂ. 2000 અને 500ના દરની રૂ.9.34 કરોડની નકલી નોટો ઝડપાઇ છે એનસીઆરબીના આંકડામાં જણાવાયુ છે.ગુજરાત રાજ્યમાંથી સૌથી વધુ રૂ. 2000ના દરની નકલી નોટો ઝડપાઇ છે. વિવિધ એજન્સીઓ દ્વારા જયારે કોઈ પણ જગ્યાએથી નકલી નોટો સાથે આરોપી ઝડપે ત્યારે તેની પૂછપરછમાં મોટા ભાગે 1,000 અને 500ના દરની નકલી નોટો ગુજરાત રાજ્યમાં વધુ નોટો મોકલી હોવાનું ખુલે છે. ગુજરાત રાજ્યમાં આ નોટો ઘૂસાડી અને દેશના અર્થતંત્રને તોડવાનો પ્રયાસ કરાય છે.

You might also like