નોટબંધી બાદ કાળાં નાણાં સામે જ્વેલરી વેચનાર જ્વેલર્સ સામે પગલાં લો

મુંબઇ: સરકારે પાછલા મહિનાની આઠમી તારીખની મધરાતથી રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટો ઉપર પ્રતિબંધ મૂક્યો હતો.
જોકે આઠમી તારીખની રાત્રિના આઠ-નવ કલાકથી નવમી તારીખની વહેલી સવાર સુધીમાં રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટો થકી જ્વેલરીની મોટા પ્રમાણમાં ખરીદી થઇ હતી, જેમાં મોટા ભાગના જ્વેલર્સે રૂ. બે લાખથી વધુની રોકડ જ્વેલરીની ખરીદી થઇ હોવા છતાં ગ્રાહક પાસેથી પાનકાર્ડ નંબર લીધા સિવાય વેચાણ કર્યું હતું.

ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશને કાયદાની ઉપરવટ જઇને નિયમનું ઉલ્લંઘન કરનાર દોષિત જ્વેલર્સ સામે કડક પગલાં લેવા સરકારને જણાવ્યું છે. જ્વેલર્સ એસોસિયેશનના મતે સરકારની નોટબંધી બાદ આઠ અને નવ એમ બે દિવસમાં એક અંદાજ મુજબ દેશભરમાં રૂ. ૫૦૦૦ કરોડની જ્વેલરીનું વેચાણ થયાનો અંદાજ સેવાઇ રહ્યો છે. સામાન્ય રીતે દેશભરમાં માસિક ૬૦ થી ૮૦ ટન સોનાની જ્વેલરીનું વેચાણ થાય છે, પરંતુ નોટબંધી બાદ માત્ર બાર કલાકના સમયગાળામાં ૧૫ ટન સોનાની જ્વેલરીનું વેચાણ થયું હોવાનો અંદાજ સેવાઇ રહ્યો છે.
http://sambhaavnews.com/

You might also like