નોટબંધીના નિર્ણય પહેલાં ભાજપે દેશભરમાં કરોડોની જમીન ખરીદી

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ વડા પ્રધાનની નોટબંધીની જાહેરાત પહેલાં દેશના અલગ અલગ ભાગોમાં મોટા પાયે જમીનની ખરીદી કરી હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. આ જમીનની કિંમત કરોડો રૂપિયામાં છે. એકલા બિહાર રાજ્યમાંથી મળેલા દસ્તાવેજો દર્શાવે છે કે ભાજપે ઓગસ્ટ મહિના બાદથી લઈને નવેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ સુધી કરોડો રૂપિયાની જમીન અલગ અલગ જિલ્લાઓમાં ખરીદી છે.

૮ નવેમ્બરે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની જૂની નોટો ચલણમાંથી નાબૂદ કરવાની જાહેરાત કરી હતી. એક વેબસાઈટ પોર્ટલ પાસે ભાજપ દ્વારા ખરીદવામાં આવેલી આ જમીનને લગતા ડઝનબંધ દસ્તાવેજો ઉપલબ્ધ છે. જમીનની ખરીદી સાથે સંકળાયેલા આ દસ્તાવેજો બિહાર સરકરની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે. ભાજપે આ જમીનની ખરીદી પોતાના કાર્યકરોના નામે કરી હોવાનું જાણવા મળે છે. આ જમીન ખરીદીમાં પક્ષના વરિષ્ઠ કાર્યકરો અને વિધાનસભ્યોને સિગ્નેટરી બનાવવામાં આવ્યા છે.

બિહારમાં ભાજપના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવેલા અા પ્રકારના જમીનના ૧૦ સોદાઓ ધ્યાન પર આવ્યા છે. આમાંની કેટલીક જમીન ભાજપના પ્રમુખ અમિત શાહ વતી ખરીદવામાં આવી છે. સંજીવ ચૌરસિયા આ તમામ જમીન ખરીદીમાં સિગ્નેટરી (હસ્તાક્ષરી) છે. સંજીવ ચૌરસિયા દિગા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય છે. તેમના જણાવ્યા અનુસાર આ પ્રકારની જમીનની ખરીદી માત્ર બિહાર રાજ્ય પૂરતી સીમિત છે એવું નથી, પરંતુ અન્ય રાજ્યમાં પણ આ પ્રકારની ખરીદી કરવામાં આવી છે.

તેમણે જણાવ્યું હતું કે, “સબ જગાહ ખરીદા જાહ રહાં થા. બિહાર કે સાથ ઔર જગાહ ભી ખરીદા જા રહાં હૈ. હમ લોગ તો સિર્ફ સિગ્નેટરી ઓથો‌િરટી હી હૈ, પૈસા તો પાર્ટી કી તરફ સે આયા થા. સારી જમીન ખરીદી હૈ. પાર્ટી કાર્યાલય કે લિયે ઔર અન્ય કામો કે લિયે, નવેમ્બર ફર્સ્ટ વીક તક જમીન ખરીદી હૈ.”

જ્યારે સંજીવ ચૌરસિયાને પૂછવામાં આવ્યું કે આ જમીન ખરીદી કેશ દ્વારા ખરીદવામાં આવી છે કે ચેક દ્વારા ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે, ”અલગ અલગ તરીકે સે પૈસા આતા હૈ.” ચૌરસિયાની આ કબૂલાત પરથી એક વાત સ્પષ્ટ છે કે ભાજપે પૂર્વયોજિત અને તબક્કાવાર જમીન ખરીદી છે. બિહારના મધુબની, કટિહાર, માધેપુરા, લખીસરાય, કિસનગંજ અને અરવાલમાં આ જમીનો ખરીદવામાં આવી છે.

બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમાર, જનતા દળ (યુ)ના ટ્વિટર પર આ ખરીદી સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા તપાસની માગણી કરવામાં આવી છે. આક્ષેપ થયો છે કે ભાજપે ડિમોનેટાઈઝેશનનો નિર્ણય લેતાં પહેલાં બાંધકામ મટીરિયલ માટે એડ્વાન્સ રકમ ચૂકવી હતી. જે ઝડપે ભાજપે જમીન ખરીદી છે તે જોતાં શંકા ઊભી થાય છે.

જમીન ખરીદીની ચોંકાવનારી વિગતો
ભાજપ દ્વારા ખરીદવામાં આવેલી જમીનના પ્લોટ ૨૫૦ ચો.ફૂટથી લઈને અડધો એકર વચ્ચેના છે. તેમની કિંમત રૂ. ૮ લાખથી લઈને રૂ. ૧.૧૬ કરોડ સુધીની છે. સૌથી મોંઘી જમીન પ્રતિ ચોરસ ફૂટ રૂ. ૧૧૦૦ના ભાવે ખરીદવામાં આવી છે. આ જમીનની ખરીદીનું રસપ્રદ પાસું એ છે કે જમીનની જેમણે ખરીદી કરી છે તેમના નામે જ આ પ્લોટ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, જેની વિગતો નીચે મુજબ છે.
– સંજીવ ચૌરસિયા, મહામંત્રી બિહાર દ્વારા, રાષ્ટ્રીય પ્રમુખ, ભાજપ. આ નામે લખીસરાયમાં રૂ. ૬૦.૧૩ લાખમાં એક જમીનનો પ્લોટ ખરીદવામાં આવ્યો છે.
– સંજીવ ચૌરસિયા, બિહારના ભાજપ એકમના મહામંત્રી. ચૌરસિયાનું એડ્રેસ દસ્તાવેજમાં ૧૧, અશોકા રોડ, ભાજપ વડામથક, નવી દિલ્હી એવું આપવામાં આવ્યું છે.
– લાલબાબુ પ્રસાદ – બિહાર એકમના ભાજપના ઉપાધ્યક્ષ. તેમનું એડ્રેસ છે:  ગામ આર્ય સમાજ રોડ, નરકટિયાગંજ. પીએસ જિલ્લાઃ કિશનગંજ, પશ્ચિમ ચંપારણ.
– દિલીપકુમાર જયસ્વાલ-બિહારના ભાજપ એકમના કોષાધ્યક્ષ. એક દસ્તાવેજમાં તેમનું સરનામુંઃ પુરબપાલી રોડ, પીએસ નરક‌િટયાગંજ, પશ્ચિમ ચંપારણ બતાવવામાં આવ્યું છે અને બીજા દસ્તાવેજમાં તેમનું સરનામું:
૧૧, અશોકા રોડ, ભાજપ વડામથક, નવી દિલ્હી બતાવવામાં આવ્યું છે.
– કેટલાક કેશમાં ભાજપ સ્વયં ખરીદનાર પાર્ટી છે અને તેનું સરનામામાં ૧૧, અશોકા રોડ, નવી દિલ્હી દર્શાવવામાં આવ્યું છે.

home

You might also like