નેહરાનો ભારતીય ટીમમાં સમાવેશ : દિલ્હીમાંથી બહાર

નવી દિલ્હી : પાંચ વર્ષ પછી ભારતીય ટીમમાં પરત ફરી રહેલા આશીષ નેહરાએ દિલ્હી ક્રિકેટ બોર્ડ સૈયદ મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટ ટી-20 ટૂર્નામેન્ટ સુપર લીગમાંથી બહાર કીર દેવાયો છે. દિલ્હી ક્રિકેટ બોર્ડે આ માટે તેની ખરાબ આદતોને જવાબદાર ઠેરવી છે. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 શ્રેણી માટે 37 વર્ષીય નેહરાન સમાવેશ કરવામાં આવ્યો છે.

દિલ્હી ક્રિકેટ નેહરા ઉપર આરોપ લગાવ્યો છે કે સૈયદ મુશ્તાક અલી ટી-20 મેચો માટે તૈનાત નથી. નેહરા થોડી મેચમાં રમવા માંગે છે તો થોડી મેચમાં બહાર રહે છે. તેની આ ખરાબ આદતને કારણે ટીમ પર તેની ખરાબ અસર પડે છે. જેથી પસંદગી સમિતીએ તેની ટીમમાંથી બહાર કાઢવાનો નિર્ણય કર્યો છે. નેહરા ઘણા વર્ષોથી પોતાની આ આદતનાં કારણે બદનામ છે. નેહરા આઇપીએલ મેચમાં રમે છે. ભારત તરફથી રમે છે પણ દિલ્હી માટે કમીટમેન્ટ પ્રમાણે કામ કરતો નથી.

You might also like