ઘાટીમાં 42મા દિવસે પણ કરર્ફ્યૂ, અત્યાર સુધી 66નાં મોત, 300 યુવાનો સેનામાં ભરતી

નવી દિલ્હી: હિજબુલના આતંકવાદી બુરહાન વાનીના મૃત્યું બાદ કાશ્મીર ઘાટીમાં શુક્રવારે 42મા દિવસે પણ કરર્ફ્યૂ યથાવત છે. અત્યાર સુધી હિંસામાં મરનારાઓની સંખ્યા જ્યાં એક તરફ 66 થઇ ગઇ છે, તો બીજી તરફ ગુરૂવારે કાશ્મીરની આઝાદીના નારાઓને નજરઅંદાજ કરી 300 સ્થાનિક યુવાનો સેનામાં ભરતી થયા.

ઘાટીના તમામ વિસ્તારોમાં અલગાવવાદીઓના વિરોધ-પ્રદર્શન ચાલુ છે. ગુરૂવારે કાશ્મીરના લાઇટ ઇન્ફૈન્ટ્રી રેજિમેંટના નવા રંગરૂટોએ બના સિંહ પરેડ ગ્રાઉંડ રંગરેથમાં દેશની સેવા કરવાની શપથ લીધી. જમ્મૂ-કાશ્મીરના યુવકોને એવા સમયે સેનામાં સામેલ કરવામાં આવી રહ્યાં છે, જ્યારે ઘાટીમાં કેટલાક યુવાનો દ્વારા પથ્થરમારાની ઘટનાને લઇને રાજ્ય ચર્ચામાં છે. રાજ્યપાલ એનએન વોહરાએ સેનામાં ભરતી થયેલા 106મા બેચનું સ્વાગત કર્યું છે.

રાજ્યપાલે પંદ્રર કોરના જીઓસી અને જૈકલાઇના કર્નલ ઓફ રેજિમેંટ લેફ્ટિનેટ જનરલ એસકે દુઆ તથા સેંટરના કમાડેંટ એસજી ચવાની ટ્રેનરને સારી ટ્રેનિંગ આપવા માટે વખાણ કર્યા. રાજ્યપાલે સ્વાર્ડ ઓફ ઓનર જીતનાર રીશૂ સંબયાબને શુભેચ્છા પાઠવી.

પાસિંગ આઉટ પરેડનું નિરિક્ષણ કર્યા બાદ ટ્રેનરોને સંબોધિત કરતાં રાજ્યપાલે કહ્યું કે ‘જમ્મૂ-કાશ્મીરના લોકોએ કઠિન પરિસ્થિતિ હંમેશ બહાદુરી બતાવી છે. 1947ના કબાયલી હુમલાના સમયના લોકોને સુરક્ષાબળોએ ખૂબ સહયોગ આપ્યો હતો. તે સમયે નિમવામાં આવેલી જૈકલાઇનો ઇતિહાસ બહાદુરીના કિસ્સાથી ભરેલો છે. જૈકલૈની ધર્મનિરપેક્ષતા તેની વિશિષ્ટ ઓળખ છે.

બીજી તરફ ગુરૂવારે રાત્રે ઓલ્ડ શ્રીનગર વિસ્તારમાં એક એમ્બુલન્સના ડ્રાઇવરને ગોળી મારી દીધી. તેના માટે પણ સુરક્ષાબળો પર આરોપ લગાવવામાં આવી રહ્યાં છે. અલગાવવાદી નેતાઓએ લોકોને બડગામ જિલ્લાના અરીપંથન ગામ તરફ માર્ચ કરવાનું આહવાન કર્યું છે, જ્યાં 15 ઓગસ્ટના વિરોધ પ્રદર્શન દરમિયાન સુરક્ષાબળોની ફાયરિંગમાં 4 લોકોના મોત નિપજ્યાં હતા.

You might also like