હવે તમે ઘરે બનાવો દહીંનો આઇસ્ક્રીમ, જોઇને તુરંત મોમાં આવી જશે પાણી

આઇસ્ક્રીમ એ નાના બાળકોથી લઇને સૌ કોઇને ભાવતી ફેવરિટ ચીજ છે. અને આપ સૌએ અત્યાર સુધી અનેક પ્રકારની ફ્લેવર ધરાવતાં આઇસ્ક્રીમ ખાધાં હશે પણ શું આપે ક્યારેય દહીંમાંથી બનાવેલો આઇસ્ક્રીમ ખાધો છે. તો હવે અમે આપણે શીખવીશું દહીંમાંથી તૈયાર કરાયેલ આઈસ્ક્રીમ.

આ આઇસ્ક્રીમ બનાવવા માટે જોઇતી જરૂરી સામગ્રીઃ
1/2 કપ દહીં
1/4 કપ ખાંડ
1/2 કપ ક્રીમ
10 કાજુ
4 બિસ્કિટ
2 ટીપાં વેનિલા એસેન્સ

દહીંનો આઇસ્ક્રીમ બનાવવા માટેની રીતઃ
સૌ પ્રથમ મિક્ષરમાં દહીં અને ખાંડને મિક્ષ કરીને તેમાં નાંખો અને જ્યાં સુધી ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી દહીં બરાબર હલાવતા રહો. પછી તેમાં વેનિલા એસેન્સ અને ક્રીમ આ બંનેને બરાબર નાંખીને એકવાર આ બધી વસ્તુઓ મિક્ષ ન થઇ જાય ત્યાં સુધી તેને હલાવતા રહો. આ મિશ્રણમાં કટીંગ કરેલા કાજુનાં ટુકડાં નાંખીને તેને મિક્ષ કરો.

હવે કોઇ એર ટાઇટ કન્ટેનરમાં બિસ્કિટનાં કેટલાંક ટુકડાંઓ નાંખો પછી આ બિસ્કીટ ઉપર તૈયાર કરેલું મિશ્રણ નાંખો અને વધેલા બિસ્કિટનાં કેટલાંક ટુકડાંઓ નાંખી આઇસક્રીમને ફ્રીઝરમાં જામવા માટે મૂકી દો.

અંદાજે 5-6 કલાક બાદ તમારો આ આઇસક્રીમ જામીને તૈયાર થઇ જશે. પછી આઇસક્રીમ જામ થઇ ગયા બાદ કન્ટેનરને ફ્રીઝરમાંથી કાઢી આઇસક્રીમને તમારાં મનપસંદ શરબતથી ગાર્નિશ કરી તેને એક ડીશમાં સર્વ કરો. હવે તમે તમારો આ તૈયાર થઇ ગયેલ આઇસ્ક્રીમ મહેમાનને આપો.

You might also like