ક્યુરેટર મેચનું પરિણામ નક્કી નથી કરતાઃ દલજિત

ચંડીગઢઃ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં ઉપલબ્ધ કરાવાઈ રહેલી પીચ બાબતે થઈ રહેલી ટીકા વચ્ચે બીસીસીઆઇના પીચ એન્ડ ગ્રાઉન્ડ્સ કમિટીના અધ્યક્ષ દલજિતસિંહે કહ્યું કે ક્યુરેટર મચેનું પરિણામ નક્કી કરતા નથી.

દલજિતે કહ્યું, ”આપણે હંમેશાં ખેલાડીને જણાવીએ છીએ કે ક્યુરેટર મેચનું પરિણામ નક્કી નથી કરતા. મેચનું પરિણામ ખેલાડી નક્કી કરે છે. તેઓ પરિસ્થિતિઓનો ફાયદો કેવી રીતે ઉઠાવે છે એ વાત પર નિર્ભર કરે છે. એમાં કંઈ જ ખોટું નથી કે જો પીચમાં ઉછાળ છે અને તે સ્પિનરને મદદરૂપ છે, જ્યાં સુધી પીચ ખતરનાક ના હોય.”

દલજિતે દાવો કર્યો છે કે કોટલાની પીચ સારી પીચ સાબિત થશે. ICC દ્વારા નાગપુર પીચને ખરાબ કહેવા અંગે જોકે દલજિતે કોઈ પ્રતિક્રિયા વ્યક્ત કરી નહોતી. તેણે કહ્યું, ”મેં રિપોર્ટ નથી જોયો. એ BCCIનું કામ છે કે તેઓ કોઈ પ્રતિક્રિયા આપે. જો મને પૂછવામાં આવશે તો હું બીસીસીઆઇને મારો જવાબ આપીશ.”

You might also like