20 દિવસમાં મોટાપો થશે દુર, જાણો નુસખો…..

જેમ જેમ સ્થુળતા વધતી જાય છે તેમ તેમ લોકોની ચિંતામાં પણ વધારો થવા લાગતો હોય છે. જેટલુ ઝડપથી વધે છે તેટલુ ઝડપથી તે ઘટતુ નથી. સ્થુળતાને ઓચી કરવા લોકો જિમમાં કેટલો પરસેવો પાડતા હોય છે ત્યારે પણ સ્થુળતા પોતાની જગ્યા પરથી હલતી પણ નથી. આ કારણે છોકરીઓ હંમેશા પરેશાન રહેતી હોય છે. કેમકે તેના કારણે તેમને પોતાની ધણી ડ્રેસ પહેરવામાં મુશ્કેલી પડતી હોય છે. પણ આજે તમને એવા નુસખા વિશે જણાવશુ કે જેનાતી ચપટીઓમાં જ તમારુ વજન ઓગળવા લાગશે.

એક રિસર્ચમાં જાણવા મળ્યુ છે કે વજન ઓછુ કરવામાં જીરૂ ખુબ કારગર સાબિત થતુ હોય છે. તે એકસ્ટ્રા ફેટને બર્ન કરવાની સાથે-સાથે મોટાબોલિઝમ રેટ પમ વધારે છે. આ ઉપરાંત તે તમારુ ડાયઝેશન સારુ રાખવામાં પણ મદદ કરે છે. દરેક રસોઈ ઘરમાં રહેલુ જીરું ફક્ત તમારી રસોઈને સ્વાદિષ્ટ બનાવવાનું નહી પણ તમારા વજનને ઓછુ કરવામાં પણ મદદ કરે છે. તમે ઈચ્છો તો 20 દિવસમાં તમારુ વજન તેનાથી ઘટાડી શકો છો.

સૌથી પહેલા એક ગ્લાસ પાણીમાં એક મોટી ચમચી જીરું રાત્રે પલાળીને મુકો. સવારે તેને ઉકાળો અને ત્યાર બાદ તે પાણીને ‘ચા’ ની ડેમ પીવો ત્યાર બાદ બચેલુ જીરું ખાઈ લો. સળંગ બે સપ્તાહ સુધી તેને ખાલી પેટ પીવો. એક વાતનું ધ્યાન રાખવું આ પાણીનું સેવન કર્યા બાદ એક કલાક સુધી કઈજ ખાવુ નહીં.

વજન ઓછુ કરવા માટે જીરાની સાથે આદુ અને લીંબુનું સેવન પણ ફાયદાકારક હોય છે. ગાજર અને તમારી પસંદગીની શાકભાજીને અગરક નાખીને ઉકાળો, તૈયાર સુપમાં જીરા પાવડર, લીંબુ અને કાપેલુ આદુ નાખીને રાત્રે આ સુપને પીવો. આ પીવાથી વજન ઓછુ કરવામાં મદદ મળે છે.

You might also like