રાજ્યમાં જીરાના વાવેતર વિસ્તારમાં ૨૦ ટકાનો ઘટાડો

અમદાવાદ: રાજ્યમાં જીરુંનું વાવેતર ઘટવાથી જીરુંના ભાવમાં વધારો થઈ શકે છે. દેશમાં જીરુંનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતમાં થાય છે, પરંતુ જીરુંનો વાવેતર વિસ્તાર ઘટી રહ્યો છે. ખેતીવાડી વિભાગના જણાવ્યા પ્રમાણે પાછલાં વર્ષની સરખામણીએ જીરુંનો વાવેતર વિસ્તાર ૨૦ ટકા ઘટી ગયો છે.

રાજ્યમાં ૩૦ નવેમ્બર સુધીમાં ૧.૨૭ લાખ હેક્ટર વિસ્તારમાં જીરુંનું વાવેતર થયું હતું, જ્યારે પાછલાં વર્ષે આ જ સમયગાળામાં ૧.૫૯ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું.

જાણકારોના જણાવ્યા પ્રમાણે સિઝનમાં રાજ્યમાં એવરેજ ૩.૫૨ લાખ હેક્ટર વિસ્તારમાં જીરુંની ખેતી થાય છે. પાછલાં વર્ષે ઓછા વરસાદ થવાના કારણે રાજ્યમાં જીરુંનું વાવેતર ૨.૬૬ લાખ હેક્ટર વિસ્તારમા થયું હતું, જ્યારે ઉત્પાદનમાં પણ તેના કારણે ઘટાડો નોંધાઇ ૧.૫૮ લાખ થયું હતું.

સ્થાનિક વેપારીઓના કહેવા પ્રમાણે જીરુંનું ઉત્પાદન ઓછું થવાને કારણે ભાવમાં સુધારાની ચાલ જોવાઇ શકે છે.

You might also like