જીરાની નિકાસમાં ઘટાડો આવે તેવી શક્યતા

અમદાવાદ: પાછલાં થોડાં વર્ષથી જીરાની નિકાસમાં વધારો થયો હતો, પરંતુ ચાલુ વર્ષે સિ‌િરયામાં જોવા મળી રહેલી અસ્થિરતાથી જીરાની નિકાસ ઉપર અસર જોવાઇ શકે છે, એટલું જ નહીં ચીન અને વિયેતનામ બાજુથી પણ ભારતીય જીરાની આયાત સંબંધી ઇન્કવાયરી ઓછી છે.

પાંચ વર્ષમાં જીરાની નિકાસ ૧.૫૫ લાખ ટનના સ્તરે પહોંચ્યા બાદ જીરાની નિકાસમાં ઘટાડો થઇ શકે છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં જીરાની નિકાસમાં ૫૦ ટકાથી વધુનો ઘટાડો જોવાયો છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૧૪-૧૫માં જીરાનું જેટલું પ્રોડક્શન થયું હતું તેના ૩૦ ટકાથી વધુ નિકાસ કરવામાં આવી હતી. ચાલુ વર્ષે જીરાની ક્વોલિટી ખરાબ હોવાના કારણે સ્થાનિક બજારમાંથી નિકાસ સંબંધી ઇન્કવાયરી ઓછી છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે આ વખતે જીરાની નિકાસ એક લાખ ટનથી નીચે આવી શકે છે.

You might also like