ક્યુબામાં વિમાન દૂર્ઘટનાગ્રસ્ત, તમામ યાત્રીઓના મોતની આશંકા

728_90

હવાના : ક્યુબામાં એક યાત્રી વિમાન દુર્ઘટનાગ્રસ્ત બનાત અંદાજે 39 લોકોના મોત નિપજ્યાં હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. સૂત્રોની જાણકારી મુજબ એન્ટોનોવ ઇન-26 વિમાન દૂર્ઘટનાગ્રસ્ત બન્યું છે જેમાં સવાર તમામ યાત્રીઓના મોત થયા છે. એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર આ વિમાન ક્યૂબન એરલાયન્સનું હતું. વિમાન દેશના પશ્ચિમી વિસ્તારમાં સ્થિત પિન ડેલ રિયો વિસ્તારમાં દૂર્ઘટનાગ્રસ્ત બન્યું છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ પ્લેનમાં સવાર તમામ યાત્રીઓના મોત થયા છે. જો કે આ અંગે હજુ સુધી કોઇ સત્તાવાર સમર્થન મળ્યું નથી. આ વિમાને ક્યૂબાના બારાકોઆ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી.

http://sambhaavnews.com/

You might also like
728_90