ક્યુબાઃ વિમાન દુર્ઘટનામાં 110 યાત્રીયોના કરૂણ મોત, બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર

ક્યુબામાં શનિવારે થયેલી એક વિમાન દુર્ઘટનામાં 110 લોકોના મોત નિપજ્યા છે. શનિવારે એક 39 વર્ષ જૂનુ પ્લેન ક્રેશ થઈ ગયુ છે. જેમા કેટલાક લોકોના ઘાયલ થવાના સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. પરંતુ અત્યારે ક્યુબાની સરકારે 110 લોકોના મોતની ખાતરી આપી છે. આ દુર્ઘટના ક્યુબાની રાજધાની હવાના ના હોઝે માર્ટી એરપોર્ટ પર બની છે. આ ક્યુબાની સરકારી એયરલાઈન ક્યૂબાના ડે એવિએશન નું બોઈંગ 737 વિમાન હતુ.

વિમાન હવાનાથી હોલગન જઈ રહ્યુ હતુ. તેમાં ક્રૂ મેમ્બર સહિત 110 લોકો સવાર હતા. કહેવામાં આવી રહ્યુ છે કે આ ઘટનામાં તમામ લોકોના મોત નિપજ્યા છે. ક્યૂબાના રાષ્ટ્રપતિ મિગેલ ડિયાઝ કનેલે ઘટનાસ્થળ પર પહોંચી શોક વ્યક્ત કર્યો હતો.

મેક્સિકન અધિકારીઓનું કહેવુ છે કે આ વિમાન 1979માં બન્યુ હતુ અને ગયા વર્ષે નવેમ્બરમાં તેની તપાસ કરવામાં આવી હતી. મેક્સિકન કંપની એરોલાઈન્સ દામોજે ક્યૂબાની સરકારી વિમાન કંપની ક્યૂબન ડી એવિયેશનને આ વિમાન ભાડે આપ્યુ હતુ. ક્યૂબામાં 1980 બાદ થનારી સૌથી મોટી વિમાની દુર્ઘટના છે. વિમાન દુર્ઘટના બાદ ક્યૂબામાં 2 દિવસીય રાષ્ટ્રીય શોકની જાહેરત કરી છે.

You might also like