ક્રૂઝમાં રસ્તો શોધવા GPS વાપરવી પડશે

ફ્રાન્સમાં હાર્મની ઓફ ધ સીઝ નામની અલ્ટ્રા લકઝુ‌િરયસ ક્રૂઝ શિપને આખરી ઓપ અપાઇ રહ્યો છે. ૭૭ અબજ રૂપિયાના ખર્ચ બનેલી આ ક્રૂઝ શીપ ૧૧૮૭ ફૂટની લંબાઇ સાથે વિશ્વની સૌથી મોટી ક્રૂઝ બનશે. પેરિસના એફિલ ટાવર કરતાં પણ આ શિપ લાંબું હશે.

midday_ajab-gajab1૧૮ માળ ઊંચી આ ક્રૂઝ શિપમાં ૧૬ રેસ્ટોરાં કેફે, બુટીક, શોપિંગ સેન્ટર અને એમ્યુઝમેન્ટ અને વોટર પાર્ક હશે. ૧૩૮૦ સીટનું વિશાળ અત્યાધુનિક થિયેટર હશે. સુવિધા શોધતાં શોધતાં લોકો ભુલા ન પડી જાય તે માટે તેમને ક્રૂઝ પર સવાર થતાંની સાથે જ જીપીએસ સંચા‌િલત એપ્લિકેશન આપી દેવાશે.

You might also like