બે મહિનામાં ક્રૂડનો ભાવ ૬૦ ડોલરને આંબી જશે

નવી દિલ્હી: ઓપેક દ્વારા ક્રૂડ ઉત્પાદન ઘટાડવાના નિર્ણય બાદ હવે ક્રૂડની કિંમતમાં ૧૩ ટકા સુધીનો ઉછાળો આવ્યો છે અને તેની કિંમતમાં હજુ પણ તેજી રહેવાની ધારણા છે અને આગામી બે મહિનામાં ક્રૂડનો ભાવ ૬૦ ડોલરને આંબી જાય તેવી શક્યતા હોવાથી ભારતમાં પણ પેટ્રોલના ભાવ ભડકે બળશે. એન્જલ બ્રોકિંગના કોમોડિટી એન્ડ કરન્સી હેડ અનુજ ગુપ્તાના જણાવ્યા અનુસાર ઓપેકની નિર્ણયથી હવે નક્કી થઇ ગયું છે કે ક્રૂડની કિંમતમાં સતત તેજી રહેશે. આગામી બે મહિનામાં ક્રૂડની કિંમત ૫૮થી ૬૦ ડોલર સુધી પહોંચી જશે અને તેના પરિણામે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો થશે.

કેડિયા કોમોડિટીના અજય કેડિયાએ પણ જણાવ્યું હતું કે ઘરેલુ માર્કેટમાં પણ ક્રૂડની કિંમત રૂ. ૩૫૦૦ સુધી જઇ શકે છે. ક્રૂડની કિંમત વધવાની સીધી અસર ઓઇલ માર્કેટિંગ કંપનીના શેર પર પડશે. કોમ્પિટેશન જાળવી રાખવા આ કંપનીઓ પણ ભાવ વધારશે અને ઓઇલ કંપનીના શેરમાં પણ તેજી આવશે તેવું સૂત્રોએ જણાવ્યું છે.

home

You might also like