ક્રૂડ ૪૦ ડોલરની નીચેઃ પેટ્રોલમાં ઘટાડો જોવાશે?

અમદાવાદ: ઇરાન દ્વારા ક્રૂડના ઉત્પાદનમાં ઘટાડો નહીં કરવાના નિર્ણયના કારણે ક્રૂડના ભાવમાં ૩.૫ ટકાનું ગાબડું પડ્યું છે. નાયમેક્સ ક્રૂડ ૩૭.૨ ડોલર, જ્યારે બ્રેન્ટ ક્રૂડ ૦.૫ ટકાના ઘટાડે ૪૦ ડોલરની નીચે ૩૯.૫ની સપાટીએ જોવા મળ્યું છે ત્યારે ફરી એક વાર પેટ્રોલના ભાવમાં ઘટાડો થવાની શક્યતા તેજ બની છે, જોકે ડોલર સામે રૂપિયાની નરમાઇએ ઓઇલ કંપનીઓની ઊંચી ક્રૂડ પડતરે પેટ્રોલના ભાવમાં સાધારણ ઘટાડો આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ૧ માર્ચે પેટ્રોલના ભાવમાં પ્રતિલિટરે રૂ. ત્રણનો ઘટાડો કર્યો હતો. એ જ પ્રમાણે ચાલુ કેલેન્ડર વર્ષમાં ઓઇલ કંપનીઓ દ્વારા પેટ્રોલમાં પ્રતિલિટરે ૩.૬૭ પૈસાનો ઘટાડો કરાયો છે.

You might also like