ક્રૂડની કિંમત વધવાથી રાજ્યને રૂ. 22,700 કરોડનો ફાયદો

નવી દિલ્હી: રૂપિયામાં સતત ઘટાડો અને ક્રૂડ તેલની કિંમતોમાં સતત વધારાના કારણે રાજ્યને ચાલુ વર્ષના બજેટ અનુમાન કરતાં રૂ. ૨૨,૭૦૦ કરોડનો પરોક્ષ લાભ થશે. એક રિપોર્ટ અનુસાર ઇન્ટર બેન્ક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં મંગળવારે ડોલરની તુલનાએ રૂપિયાએ ૨૮ પૈસા તૂટીને રૂ. ૭૨.૭૩ની ઓલટાઇમ નીચી સપાટી બનાવી હતી.

ક્રૂડ ઓઇલનો ભાવ વધીને પ્રતિબેરલ ૭૯.૩ ડોલર પર પહોંચી ગયો હતો. તેના પગલે બીએસઇ સેન્સેક્સ ૫૦૯ પોઇન્ટ એટલે કે ૧.૩૪ ટકા તૂટીને ૩૭,૧૪૩.૧૩ પર બંધ રહ્યો હતો.

એસબીઆઇના એક રિપોર્ટમાં જણાવાયું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાથી રાજ્યને ચાલુ નાણાકીય વર્ષમાં બજેટ એસ્ટિમેટ કરતા વધારે રૂ. ૨૨,૭૦૦ કરોડની રેવન્યૂ મળશે. રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે ક્રૂડની કિંમતમાં પ્રતિબેરલ એક ડોલરના વધારાથી તમામ મુખ્ય ૧૯ રાજ્યને સરેરાસ રૂ. ૧,૫૧૩ કરોડની રેવન્યૂ મળે છે.

તેમાં એમ પણ જણાવ્યું છે કે સૌથી વધુ લાભ મહારાષ્ટ્રને રૂ.૩,૩૮૯ કરોડનો થશે. બીજા નંબરે ગુજરાતને રેવન્યૂમાં રૂ. ૨,૮૪૨ કરોડનો વધુ ફાયદો થશે. આથી સાત રાજ્ય પેટ્રોલના ભાવ ઘટાડી શકે છે.

You might also like