એક અઠવાડિયામાં ક્રૂડના ભાવમાં 10 ટકાનો ઘટાડો

અમદાવાદ: વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં સતત ઘટાડાની ચાલ નોંધાઇ છે. એક અઠવાડિયામાં ક્રૂડમાં ૧૦ ટકાથી વધુનો ઘટાડો જોવાયો છે. સાઉદી અરેબિયા દ્વારા ક્રૂડ સપ્લાય વધારાતા બ્રેન્ટ ક્રૂડના ભાવમાં સતત ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે ગઇ કાલે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ચાર ટકાનું ગાબડું પડ્યું હતું. આજે વધુ ઘટાડાની ચાલ જોવા મળી છે.

વૈશ્વિક બજારમાં આજે શરૂઆતે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ૦.૩૫ ટકાનો ઘટાડો નોંધાઇ ૭૨ ડોલરની સપાટી તોડી નીચે ૭૧.૯૨ની સપાટીએ ભાવ જોવા મળ્યા હતા. એટલું જ નહીં નાયમેક્સ ક્રૂડમાં પણ ઘટાડાની ચાલ જોવા મળી છે. આજે શરૂઆતે નાયમેક્સ ક્રૂડના ભાવમાં ૦.૩૬ ટકાનો ઘટાડો નોંધાઇ ૬૬.૯૨ ડોલર પ્રતિબેરલની સપાટીએ ભાવ જોવા મળ્યા છે.

એક બાજુ ક્રૂડના ભાવમાં જોવાયેલો ઘટાડો તો બીજી બાજુ ડોલર સામે રૂપિયાની જોવા મળેલી મજબૂત ચાલના પગલે આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાની ચાલ જોવા મળી શકે તેવી શક્યતા વ્યક્ત કરાઇ છે.

You might also like