આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ૩૦ મહિનાની ઊંચાઈએ પહોંચ્યું

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડમાં તોફાની તેજી જોવા મળી છે. લિબિયામાં ડેમેજ થયેલ પાઇપલાઇન જાન્યુઆરી મહિનામાં કાર્યરત થાય તેવા સમાચારો પાછળ શોર્ટ સપ્લાય વચ્ચે ક્રૂડના ભાવમાં તેજીની ચાલ જોવા મળી છે.

બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ૦.૫ ટકાનો સુધારો નોંધાઇ ૬૬.૫ ડોલર પ્રતિબેરલની સપાટીએ ભાવ જોવા મળ્યા છે, જ્યારે નાયમેક્સ ક્રૂડના ભાવમાં પણ તેજીની ચાલ નોંધાઇ છે. અમેરિકામાં ક્રૂડની માગ વધતાં તથા ગેસની ઇન્વેન્ટરી-પુરવઠામાં ઘટાડો થયો હોવાના સમાચાર વચ્ચે ક્રૂડના ભાવમાં સુધારાની ચાલ જોવા મળી છે.

You might also like