ક્રૂડમાં તેજીઃ ૫૨ ડોલર પ્રતિ બેરલની સપાટીને પાર

અમદાવાદ: રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે ક્રૂડના ઉત્પાદનમાં ઘટાડો કરવાની સંમતિ બની ગઇ છે. બંને દેશોએ માર્ચ ૨૦૧૮ સુધી ક્રૂડના ઉત્પાદનમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. આ સમાચારને લઇને ક્રૂડના ભાવમાં તેજી જોવા મળી છે. નાયમેક્સ ક્રૂડમાં ૦.૫ ટકાનો સુધારો નોંધાઇ ૪૯ ડોલર પ્રતિ બેરલની સપાટીએ ક્રૂડના ભાવ પહોંચી ગયા છે, જ્યારે બ્રેન્ટ ક્રૂડ ૫૨ ડોલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચી ગયું છે. નોંધનીય છે કે ઓપેક અને નોન ઓપેક દેશની ૨૫ મેએ વિયેનામાં એક બેઠક મળી રહી છે ત્યારે આ બેઠકમાં કેટલાક નિર્ણયો લેવાઇ શકે છે. આ બેઠકમાં ઇજિપ્ત અને તુર્કમિનિસ્તાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તેવા સેન્ટિમેન્ટ પાછળ ક્રૂડમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે.
http://sambhaavnews.com/

You might also like