ઇરાન પરનો પ્રતિબંધ હટતા જ ક્રૂડ ઓઇલ તળીયે પહોંચ્યું

નવી દિલ્હી : કાચા તેલની કિંમતમાં 26 ડોલર પ્રતિ બેરલની નીચે પહોંચી ગઇ છે. ગત્ત ઘણા વર્ષોમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો છે. આ ઘટાડા બાદ આગામી સમયમાં પણ તેલની કિંમતમાં મોટા કડાકાની શક્યતા છે. જેનાં કારણે ભારતીય બજારોમાં પણ પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં ઘટાડો થઇ શકે છે. તજજ્ઞોનાં અનુસાર આ ઘટાડાનું મુખ્ય કારણ કાચા તેલનાં ભાવમાં થયેલો કડાકો છે. આ કડાકા માટે જવાબદાર કારણ છે ઇરાન પર પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. ઇરાન પરથી પ્રતિબંધ હટવાનાં કારણે ક્રુડ ઓઇલનો પુરવઠ્ઠો વધશે અને રોજિંદી રીતે 5 લાખ બેરલનો સપ્લાય વધી જશે.

તે ઉપરાંત ઇરાનથી સસ્તુ ક્રુડ આવવાનાં કારણે તેનાં ભાવ ઘટશે. વર્ષ 2006થી પરમાણુ ગતિવિધિઓનાં કારણે અમેરિકાએ ઇરાન પર આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનાં નિકાસ પર પ્રતિબંધ લાદ્યો હતો. જેને રવિવારે હટાવી દેવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર પરમાણુ ઉર્જા એજન્સીએ ઇરાન પરથી પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી હતી. ઇરાન પરથી આર્થિક પ્રતિબંધ હટવાનાં કારણે ભારતને પણ ઘણો ફાયદો થશે.

હવે ભારત ઇરાન પાસેથી વધારે તેલ અને ગેસની આયાત કરશે. તે ઉપરાંત ઇરાનમાં ભારતની પોતાની માલિકીનાં પણ ઘણા તેલ ભંડારો છે. ઇરાન પરથી પ્રતિબંધ હટ્યા બાદ અફધાનિસ્તાન – મધ્ય એશિયા સાથે વેપારનાં રસ્તાઓ પણ ખુલશે. જેના કારણે બંન્ને દેશોની વચ્ચે વેપાર વધવાની આશા છે.

You might also like